Explore

Search

February 4, 2026 2:32 pm

IAS Coaching

સરીગામ બાયપાસ માર્ગ પર ખાડા પૂરવાનું શરૂ, વાહન ચાલકોને રાહત.

નોટીફાઈડ બોર્ડની ટીમના સભ્યો અને અધિકારીઓ સફાળા જાગ્યા

સરીગામ જીઆઇડીસીનાં બિસમાર બાયપાસ માર્ગ પર પડેલા મોટા ખાડાઓથી વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી હોવા અંગે 28 ઓગષ્ટે દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કરતા નોટીફાઇડ તંત્રએ ખાડા પુરાણનું કામ હાથ ધરતા ચાલકોએ રાહતનો દમ લીધો હતો.

ભીલાડથી સરઈ જતા સ્ટેટ હાઇવે પર અઢી કિમી સરીગામ બાયપાસ માર્ગ 7 વર્ષ પૂર્વે નવો બનાવાયો હતો. જે 4 વર્ષથી બિસમાર બન્યો હતો. એજન્સીએ બે માર્ગીય માર્ગને એક માર્ગ પર થીગડાં મારી ચાલકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચોમાસામાં સંપૂર્ણ ધોવાણ જતા મસમોટા ખાડા પડી જતા વાહન પલટી જવાના ડરે ચાલકો જીવનાં જોખમે વાહન હંકારી રહ્યા હતા. માર્ગ પર અકસ્માતની ગંભીરતાને ધ્યાને લઇ 28 ઓગષ્ટે દિવ્ય ભાસ્કરે બિસમાર માર્ગ અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.

જેના પગલે સફાળા જાગેલા સરીગામ નોટીફાઇડ બોર્ડનાં ચેરમેન નીતિન ઓઝા, સજ્જનકુમાર મુરારકા અને તેમની ટીમે નોટી ફાઈડ અધિકારી મહેશ કોઠારીનું ધ્યાન દોરતા બુધવારે બાયપાસ માર્ગ પર ખાડા પુરાણનું કામ હાથ ધરાવામાં આવ્યું હતું

Dharinaben Nikhil Dhodi (REPORTER)

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot