Explore

Search

February 4, 2026 11:11 am

IAS Coaching

કપડા લેવા જાવ છું’ કહી નીકળેલી સગીરા ગુમ:

કપડા લેવા જાવ છું’ કહી નીકળેલી સગીરા ગુમ:ઉમરગામ તાલુકામાં રહેતી સગીરા કપડા લેવા ગયા બાદ પરત ન ફરતા પરિવારજનોએ અપહરણની ફરિયાદ નોંધાવી.

વલસાડ તાલુકાના શ્રમજીવી પરિવારની 15 વર્ષીય સગીરા ઉમરગામ રેલવે સ્ટેશન પાસે આવેલી દુકાનમાં કપડાં લેવા જાવ છું કહી ઘરેથી નીકળી હતી. ત્યારબાદ લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારના સભ્યોએ સગીરાની શોધખોળ હાથ ધરી હતી. પરિવારના સભ્યોને સગીરા ક્યાંય મળી ન આવતા છેવટે ઉમરગામ પોલીસ મથકે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ઉમરગામ પોલીસે સગીરાની ફરિયાદ નોંધી ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક શ્રમજીવી પરિવાર રહે છે. તેમની 15 વર્ષીય સગીર પુત્રીને નજીકમાં રહેતા કોઈ યુવકે સોશ્યલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી હતી. મિત્રતા બાદ યુવકે સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપીને સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. તાજેતરમાં સગીરા ઉમરગામ રેલવે સ્ટેશન પાસે કપડાં લેવા જાવ છું કહી ઘરેથી નીકળી હતી. સગીરા કપડાં લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યા કલાકો થયા બાદ પણ સગીરા ઘરે પરત આવી ન હતી.

પરિવારના સભ્યોએ સગીરાને મોબાઈલ ઉપર સંપર્ક કરતા મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. જે બાદ સગીરાના પરિવારજનોએ રેલવે સ્ટેશન અને અજુબાજુના વિસ્તરમાં સગીરાની શોધખોળ હાથ ધરી હતી. સગીરા ક્યાંય મળી ન આવતા સગીરાના પરિવારના સભ્યોએ વલસાડ જિલ્લાના સંભવિત વિસ્તારો સગીરાની શોધખોળ હાથ ધરી હતી.

સગીરા ક્યાંય મળી આવી ન હતી. જે સગીરાની બહેનપણી અને અન્ય મિત્રોને ત્યાં સગીરાની શોધખોળ હાથ ધરી હતી. પરિવારના સભ્યોએ સગા સંબંધી ને ત્યાં પણ સગીરાની શોધખોળ કરતા સગીરા ક્યાંય મળી આવી ન હતી. છેવટે સગીરાના પરિવાર જનોએ ઉમરગામ પોલીસ મથકે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ઉમરગામ પોલીસે સગીરાના અપહરણની ફરિયાદ નોંધી ઘટનાસ્થળ અને આજુબાજુના વિસ્તારના ખાનગી CCTV ફૂટેજ ચેક કરી સગીરાના અપહરણ નું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

 

 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot