Explore

Search

February 4, 2026 12:51 pm

IAS Coaching

માર્ગ સલામતી સમિતિની બેઠક

વલસાડ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી સમિતિની બેઠક મળી, હાઈવે પર ખાડા, બંધ સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ લાઈન અને ટ્રાફિક સમસ્યાના પ્રશ્નો ચર્ચાયા

જિલ્લા કલેકટર દવેએ બેઠકમાં રજૂ કરવામાં આવેલા માર્ગ સલામતીના વિવિધ મુદ્દાઓ અંગે અને ચોમાસાની ઋતુને અનુલક્ષીને જિલ્લાના નાગરિકોની સલામતીને ધ્યાને લઈ માર્ગ સલામતી બાબતે અને અગાઉની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ ઉપર સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી બાકી રહેલી કામગીરીને સત્વરે પૂરી કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપી જાહેર રસ્તા પર ટ્રાફિકનું નિયમોનો સુચારૂ પાલન કરવામાં આવે એવુ જણાવ્યું હતું.

આ બેઠકમાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા NH 48 ઉપર વિવિધ જગ્યાઓ પડેલા ખાડાઓને સત્વરે રીપેર કરવા બાબતે, રેમન્ડ ખડકી ઓવરબ્રિજ ઉપર પડેલા ખાડાઓના કાયમી ઉકેલ બાબતે, હાઇવેના તમામ ઓવરબ્રિજ ઉપર બંધ સ્ટ્રીટ લાઈટ બાબતે, NH અને સ્ટેટ હાઇવે કપરાડા હાઇવેનું લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ સોલ્યુશન બાબતે, વાપી રેલવે સ્ટેશન પાસે થતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ બાબતે, હાઇવે ડ્રેનેજ લાઈન ઉપરના કવર સહિતના વિવિધ મુદ્દા જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કરાયા હતા. આ બેઠકમાં DDO અતિરાગ ચેપલોત, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એ.કે.વર્મા, પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી, ધરમપુર પ્રાંત અધિકારી અમિત ચૌધરી, ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એન.એચ.ગજેરા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot