વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબાતલાટ ધસારપાડા ફળિયામાં આવેલ સ્મશાન ભૂમિ પાસે સતીમાળ તાન નદી કોષ વેપર એક 14 વર્ષીય કિશોર અમરકુમાર કિરણભાઈ બાગુલ નદીમાં નાખવા પડ્યો હતો. જે દરમિયાન તે ઊંડા પાણીમાં પાણીમાં ડૂબવા લાગ્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.

તાન નદીના પાણીમાં ડૂબી રહેલા કિશોરને બચાવવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ તે પહેલા જ કિશોર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જો કે ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમ અને ધરમપુર પોલીસની ટીમને સ્થાનિક લોકોએ કરી હતી. ધરમપુર નગર પાલિકાની ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નદીના પાણીમાં ડૂબેલા કિશોરની લાશની શોધખોળ હાથ ધરી હતી.
ધરમપુર ફાયર વિભાગની ટીમે સ્થાનિક લોકોની મદદ લઈને ડૂબેલા કિશોરને.બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ધરમપુર ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ પાણીમાં ગરકાવ થયેલ 14 વર્ષે કિશોરની લાશ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ધરમપુર પોલીસે લાશનો કબ્જો મેળવી લાશનું PM કરાવવાની તજવીજ હાથ ધરી હતી.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
ravtiyadharina@gmail.com
Vapi District Valsad Gujarat





