Explore

Search

February 4, 2026 4:05 pm

IAS Coaching

નરાધમ બાપ જીવે ત્યાં સુધી જેલના સળિયા પાછળ

ધરમપુરમાં 11 વર્ષની દીકરી ઉપર સગા બાપે 2 વર્ષ વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, આરોપીને આજીવન કેદની સજા

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રહેતા એક પરિવારની 11 વર્ષની સગીરા ઉપર સગા પિતાની નજર બગડી હતી. સગા પિતાએ સગીરા ઉપર 2 વર્ષ સુધી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા 13 વર્ષની થઈ ત્યારે 7મી જુલાઈ 2022 ના રોજ સગીરાને પેટમાં દુખાવો થતા સગીરાની માતા સગીરાને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા લઈ ગઈ હતી. ત્યારે ફરજ ઉપરના હાજર તબીબે સગીરાનું ચેકઅપ કરી સગીરા ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. 

સગીરાની માતાએ સગીરાને વારંવાર પૂછતાં સગીરાના પિતાએ સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાથી તે ગર્ભવતી બની હોવાનું સગીરાની માતાને સગીરાએ જણાવ્યું હતું. જે બાદ પુરા માસનો ગર્ભ થતા સગીરાની ડિલિવરી વલસાડ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. તે કેસમાં ધરમપુર પોલીસે સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર સગીરાના પિતાની ધરપકડ કરી હતી. 

જે કેસ ધરમપુરની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી ગયો હતો. કોર્ટમાં જુબાની દરમ્યાન બાળકી અને બાળકીની માતા ફરીયાદી પક્ષના કેસને સમર્થન નહિ કર્યું હતું. તેમ છતાં DGP અનિલ ત્રિપાઠીનાઓ દ્વારા તબીબી પુરાવા તથા DNA રીપોર્ટ અને મેજિસ્ટ્રેટ રૂબરૂ આપેલ કલમ.164નાં નિવેદન ઉપર આધાર રાખી સુપ્રિમ કોર્ટનાં વિવધ ચુકાદા સાથે રજૂ કર્યા હતા.

DGP અનિલ ત્રિપાઠીની અસર કારક દલીલોને ગ્રાહ્ય રાખીને ધરમપુરની સ્પેશિયલ કોર્ટ જજ એમ એ મિર્ઝાએ દોષિત જાહેર કરી આરોપીને IPCની કલમ. 276(2), (F), (N), (J), (K), 376(3), 376(A) (B) નાં ગુનામાં તકસીરવાન ઠરાવી આરોપીને આજીવન કેદની સજા (કાયદામાં ફરમાવ્યા મુજબ અંતિમ શ્વાસ સુધી) અને રૂ.10 હજારનો દંડ અને જો દંડ નાં ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા તથા પોક્સો એક્ટ ની કલમ.3(A), 4, 5(J), (2),(L), (N), કલમ. 6 મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી આરોપીને આજીવન કેદની સજા (કાયદામાં ફરમાવ્યા મુજબ અંતિમ શ્વાસ સુધી) અને રૂ.10 હજારનો દંડ જો દંડ નાં ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા તથા પોંકસો ઍક્ટની કલમ 9 ગુનામાં કલમ.10 અન્વયે 5 વર્ષની સાદી કેદની સજા અને રૂ.5 હજાર નો દંડ અને જો દંડ નાં ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા અને ભોગબનનાર બાળકીને રૂપિયા 6 લાખ વળતર ઉપરાંત CWC તે ઉપરાંત ચાઈલ્ડ વેલ્ફર ઓફીસર તથા પોલીસ ચાઈલ્ડ યુનિટને ભોગબનનારની કાળજી દેખરેખ અને સારસંભાળ લેવાનો હુકમ કરી તે અંગેની જાણ પણ કોર્ટને કરવાનો હુકમ કર્યો છે. ધરમપુરની સ્પેશ્યલ કોર્ટે પ્રથમ વખત અંતિમ શ્વાસ સુધીનો ચુકાદો આપ્યો છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot