Explore

Search

February 4, 2026 6:55 pm

IAS Coaching

પારનદી નજીક ડમ્પરની ટક્કરે મોપેડ પાછળ બેસેલી મહિલાનું મોત.

હાઇ‌વે ઉપર પડેલા ખાડાને બચાવવા જતા મોપેડ ડમ્પર સાથે ભટકાઇ

પારડી પાર નદીના બ્રિજનો ક્રોસ કર્યા બાદ અતુલ પાવર હાઉસ પાસે રવિવારના રોજ બપોરે વલસાડ તરફ જતી એક્ટિવા મોપેડ નં GJ-15-AK-5780ને ડમ્પરે ટક્કર મારતા મોપેડ સવાર દંપતી માર્ગ પર પટકાયું હતું અને જેમાં પાછળ બેઠેલી મહિલાના માથાના ભાગે ડમ્પરનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

જ્યારે ચાલક પતિનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે અકસ્માત બાદ ઘટના સ્થળેથી ચાલક ડમ્પર લઈ ભાગી છૂટ્યો હતો. આ બનાવની જાણ હાઇવે પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી. મોપેડ સવાર દંપતી વલસાડ છીપવાડ શુભમ સોસાયટીમાં રહેતા 52 વર્ષીય દેવેન્દ્રભાઈ ભંડારી અને તેમના પત્ની અનીતાબેન હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડમાં રહેતા આ દંપતી રવિવારે કામ અર્થે જઇ રહયા હતા. ત્યારે હાઇવે ઉપર પડેલા ખાડાથી બચાવવાના પ્રયાસમાં ડમ્પરે ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં અનિતાબેન ભંડારીનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી છે.

યુવકની સજાગતાથી ડમ્પર ચાલક ઝડપાયો અકસ્માત સમયે ત્યાંથી પસાર થતાં વિમલ નામક યુવક કાકાની મદદે પહોંચ્યો હતો અને કાકાને પૂછતા તેને GJ05 ડમ્પર હોવાનું જણાવ્યુ હતું. વિમલે બગવાડા ટોલ બૂથના શૈલેષભાઈ પટેલને જાણ કરી હતી અને તેવોએ આ બાબતે પારડી પીઆઈ જી.આર ગઢવીને જાણ કરી હતી. પીઆઈએ ડુંગરી પોલીસને જાણ કરી નાકા બંધી કરતા ડમ્પર ચાલક ઝડપાય ગયો હતો.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot