વલસાડ SP કરનરાજ વાઘેલાએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા જિલ્લાની પોલીસને સૂચના આપી હતી.

જે સુચનના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન વલસાડ રૂરલ પોલીસની મળેલી બાતમીના આધારે એક પિકઅપ ટેમ્પો ન. MH-15-HH-8314માં વિદેશી દારૂનો જથ્થો ભરીને પિકઅપ ટેમ્પો ચાલક વલસાડ હાઇવે થઈને સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ અતુલ બ્રિજ પાસે બાતમીવાળા પિકઅપ ટેમ્પોની વોચ ગોઠવી હતી.

જે દરમ્યાન બતમીવાળો પિકઅપ ટેમ્પો આવતા તેને અટકાવી ચેક કરતા પિકઅપ ટેમ્પોમાં શાકભાજીના કેરેટની આડમાં 3192 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પિકઅપ ટેમ્પોમાંથી વલસાડ રૂરલ પોલીસની ટીમે 3,192 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂના જથ્થા સાથે પિકઅપ ટેમ્પો ચાલકની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે. વલસાડ રૂરલ પોલીસે વિદેશી દારૂનો જથ્થો, પિકઅપ ટેમ્પો અને મોબાઈલ મળી કુલ 8.98 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કેસમાં સંડોવાયેલા 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
ravatiyadharina@gmail.com
Vapi District Valsad Gujarat





