વલસાડ જિલ્લામાં આ વખતે સરેરાશ 100 ઇંચ જેટલા વરસાદના કારણે પંચાયત,જિલ્લ પંચાયત અને માર્ગ-મકાન વિભાગના માર્ગોની હાલત કફોડી બની છે.

માર્ગો અતિ ખરાબ બનતાં વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડે છે.ગુજરાત સરકારના નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ માર્ગ અને મકાન વિભાગ તથા પંચાયત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં નાણામંત્રીએ તમામ ખરાબ રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી ચાલુ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.આ બેઠક બાદ તંત્રએ ખરાબ માર્ગોની મરામતનું આયોજન કર્યુ છે.
વરસાદે વિરામ લેતાં અરનાલા ખાતે ડામર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેથી હવે ખરાબ માર્ગો પર ડામર પાથરી મરામત કામગીરી ચાલુ કરવામાં આવશે. છેલ્લા થોડા સમયથી ખરાબ રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને રાહત થશે. વાપી અને ઉમરગામ તાલુકામાં રસ્તાની મરામત કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
ravatiyadharina@gmail.com
Vapi District Valsad Gujarat





