Explore

Search

February 4, 2026 6:54 pm

IAS Coaching

ઉમરગામમાં ડાંગરનો પાક લહેરાયો ઢોરો અને વરસાદથી ખેડૂતોમાં ચિંતા

 

ઉમરગામ તાલુકાનાં નાના ખેડૂતો વરસાદી મોસમમાં ખેતરમાં ડાંગરની રોપણી માટે પૂરા વર્ષ દરમ્યાન મહેનત કરી ખેતરોને સાફ સફાઇ સાથે વાવણી લાયક ક્યારા તૈયાર કરે છે.

વાવણી લાયક વરસાદ થતાં કયારામાં હાઈબ્રીડ ડાંગરનું વાવેતર કરે છે. એક મહિનાનાં ગાળા દરમ્યાન ફેર રોપણી કરે છે. 

જે માટે મજૂરી, ટેક્ટરથી ખેડાણ અને રાસાયણિક ખાતરનાં ખર્ચા કરી ડાંગરનાં પાક પકવવા માટે ખેડૂત પરિવાર તનતોડ મહેનત કરે છે. જે મહેનત થકી ખેતરોમાં ડાંગરનો પાક લહેરાતો કરે છે. ઉમરગામ તાલુકાના દરેક ગ્રામ પંચાયત વિસ્તારનાં ખેડૂતો ડાંગરની ખેતી કરી રહ્યા છે. ડાંગરની ફેર રોપણી બાદ ખેતરમાં ડાંગરનો પાક લહેરાતો થયો છે.

તેમ છતાં ખેડૂતો વરસાદની ઓકટોમ્બર માસ સુધી વરસાદની કરવામાં આવી રહેલી આગાહી અને ઉમરગામ તાલુકાનાં રખડતા ઢોરોને લઈ ખેડૂતો મુજવણમાં મુકાયા છે. ખેડૂતો દ્વારા પૂરા વર્ષની મહેનત અને હજારોનો ખર્ચ બાદ ડાંગરનો પાક ઘર સુધી પહોંચશે કે નહિ જે લઈ ચિંતામાં મુકાયો છે. રખડતા ઢોરોને કોંદવાડા પૂરવાનું કામગીરીનું સુરસુરિયું થયા બાદ ખેડૂતો રખડતા ઢોરોને લઈ ચિંતામાં મુકાયા છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot