વલસાડ જિલ્લામાં વલસાડ RTO કચેરી દ્વારા તા.26 જુલાઈ, 2024થી ઓગસ્ટ 2024 સુધી એક મહિના માટે સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવી હતી. આ સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન વિવિધ વાહન ચાલકોને ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ ફટકારી કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ડ્રાઈવ દરમિયાન ડમ્પર, ટ્રક, રિક્ષા, બાઈક તથા સ્કૂટર જેવા વાહનોને પૂરપાટ ઝડપે ચલાવવા, વાહનમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જરો બેસાડવા, રોંગ લેનમાં વાહનો હંકારતા ટ્રક ચાલકો, પરમીટ, વિમા અને ફીટનેશ વિનાના વાહનો, ઓવરસ્પિડિંગ, ગેરકાયદે પાર્કિંગ તેમજ મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી અંતર્ગત કુલ 1677 વાહનોને રૂ.58.28 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં પરમીટ વિનાના 91 વાહનોને રૂ.1.01 લાખના વીમા વિનાના 274 વાહનોને રૂ.5.48 લાખ વાહન ક્ષમતા કરતા વધુ પેસેન્જરો લઈ જતા 55 વાહનોને રૂ.94,500/-, ઓવરસ્પિડિંગ માટે 260 વાહનોને રૂ.5.98 લાખનો નો-પાર્કિંગમાં પાર્ક 18 વાહનોને રૂ.21,500 અને રોંગ લેનમાં હંકારતા 42 વાહનોને રૂ.1.68 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
ravatiyadharina@gmail.com
Vapi District Valsad Gujarat





