Explore

Search

February 4, 2026 5:35 pm

IAS Coaching

ખેરગામથી સૌરાષ્ટ્ર પ્રવાસે ગયેલી બસ કાદવમાં ફસાતા યાત્રીઓના જીવ અધ્ધર

ખેરગામ તાલુકાના કાકડવેરી ગામેથી સૌરાષ્ટ્ર પ્રવાસે ગયેલી ટ્રાવેલ્સ ધોળકા ગણપતિપુરાથી 7 કિમી અંતરે બસ રસ્તાની બાજુમાં કાદવમા ફસાઈ ગઈ હતી.

લોકોએ ક્રેઈન બોલાવી ત્રણ કલાક સુધી મથામણ કરી પણ બસ બહાર નીકળી ન હતી.બસમાં 40 બહેનો અને 15 મુસાફરો બાળકો હતા.સાંજ થવા આવતા બસ બહાર ન નીકળતા તમામ મુસાફરો ટેનસનમાં હતા.બસમા સાથે મુસાફરી કરી રહેલા આછવણી જિ.પં. બેઠકના સભ્ય સુમિત્રાબેન ગરાસિયાએ વલસાડ જિલ્લા સાંસદ ધવલ પટેલનો સંપર્ક કરી ઘટના વર્ણતા ધવલ પટેલે આશ્વાસન આપી ત્યાંનું લોકેશન અને એડ્રેસ મંગાવી વ્યવસ્થાની ખાતરી આપી હતી.

થોડા જ સમયમાં ત્યાં ગામના સરપંચ, રોડ વિભાગના અધિકારી,પોલીસ અધિકારીઓ અમદાવાદ સીટ સાંસદના ચીફ સેક્રેટરી પણ ત્યાં આવી પહોંચ્યા હતા.અને એમણે તમામ મુસાફરોને સલામત સ્થળે ખસેડી જમવાની વ્યવસ્થા કરાવી હતી.સંસદના પ્રયાસથી 2 ક્રેન અને 2 જીસીબી વડે બસને સહી સલામત બહાર કાઢવામાં આવતા તમામ મુસાફરોએ રાહતનો દમ લીધો હતો.અને તમામે સાંસદ ધવલ પટેલ અને ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot