Explore

Search

February 4, 2026 11:34 am

IAS Coaching

ગણેશવિસર્જન દરમિયાન સુરતમાં બનેલી આગની ઘટનાને લઈને ગણેશ મંડળ આયોજકોને વિસર્જનમાં તકેદારી રાખવા વલસાડ SPની અપીલ

વલસાડ જિલ્લામાં આનંદ સૌંદશ નિમિત્તે વલસાડ જિલ્લાના 22 જેટલા વિસર્જન સ્થળો ઉપર 500થી વધુ ગણેશ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે.

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. જિલ્લાના વિસર્જન રૂટ ઉપર વલસાડ SP સહિત કુલ 1299.પોલીસ જવાનો અને અધિકારીઓ ગણેશ ભક્તોની સુરક્ષા માટે ખડે પગે તૈનાત રહેશે, ગણેશ વિસર્જનને લઈને વિસર્જન રૂટ ઉપર ધાબા પોઇન્ટ અને સંવેદન શીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે.

ગણેશ પ્રતિમા વિસર્જન દરમ્યાન ફટાકડા ફોડતી વખતે શ્રીજીની પ્રતિમામાં લાગેલી આગની ઘટનાને ધ્યાને રાખીને વલસાડ SP કરનરાજ વાઘેલાએ વલસાડ જિલ્લાના ગણેશ ભક્તોને શ્રીજીના વિસર્જન દરમ્યાન ફટાકડા ફોડતી વખતે જરૂરી તકેદારી રાખવા આને ગણેશ મંડળમાં આવતા લોકો કોઈ દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે તકેદારી રાખવા અપીલ કરવા આવી રહી છે. સાથે વલસાડ જિલ્લા સાહિર રાજ્યમાં સોશ્યલ મીડિયા યુઝર્સને ખોટી અફવા ન ફેલાવવા કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાઈ તેવી પોસ્ટ કે કોમેન્ટ ન કરવા સૂચના આપવામાં આવી છે.

જો કોઈપણ સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા અફવા કે લોકોની લાગણી દુભાય તેવી પોસ્ટ કરવામાં આવશે. કે તેવી કોઈ પોસ્ટ ને ખોટી રીતે શેર કરવામાં આવશે તો આવા સોશ્યલ મીડિયા યુઝર્સ સામે કાયદેસર ની કાર્યવાહી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે. વલસાડ પોલીસની SOG, LCB અને સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા સોશ્યલ મીડિયા ઉપર થનારી તમામ પોષ્ટ ઉપર બાજ નજર રાખવામાં આવી છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot