Explore

Search

February 4, 2026 7:58 am

IAS Coaching

તબીબની રચના બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી, સુપ્રિટેન્ડન્ટે કહ્યું- પ્રાથમિક તપાસમાં છેડતી થયાનું માલૂમ પડતું નથી

થોડા દિવસ પહેલા કોલકતાની હોસ્પિટલમાં તબીબી યુવતી પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા હતા.

ત્યારબાદ દેશની તમામ હોસ્પિટલમાં તબીબોની સુરક્ષાની સમીક્ષા પણ કરવામાં આવી હતી. વલસાડ GMERS સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે ફરજ બજાવી રહેલા એક મહિલા ડોકટર્સ દ્વારા પણ સિક્યુરિટીને લઈ એક રજૂઆત કરવામાં આવતા હોસ્પિટલ દ્વારા કમિટીની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી છે. મહિલા ડોકટર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, તેઓ જ્યારે રાત્રિના સમયે ફરજ પર હતા ત્યારે ત્રણ જેટલા યુવકો બદઈરાદાથી પોતાની નજીક આવવાનો પ્રયાસ કરાયો હતો. સુપ્રિટેન્ડન્ટે કહ્યું હતું કે, સીસીટીવીની તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ છેડતી થયાનું કે છેડતી થાય તેવી સંભાવના જણાતી નથી. આ મામલે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે

વલસાડ GMERS સિવિલ હોસ્પિટલ ખાતે નાઈટમાં સિક્યુરીટી ગાર્ડ ઓછા હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહી છે. સિક્યુરીટી ગાર્ડ મુકવામાં આવે છે તો તે ફરજ દરમ્યાન ઊંઘતા જોવા મળતા હોય છે. જેને લઈને સિક્યુરીટી સુધારવા ઇન્ટર્ન તબીબો દ્વારા માંગ કરવામાં આવી હતી. ગત શુક્રવારે રાત્રે એક મહિલા ઇન્ટર્ન ડોક્ટર કેસ બારી પાસે બાયોમેટ્રિક્સમાં એન્ટ્રી કરવા આવી હતી. જે દરમ્યાન 3 અજાણ્યા યુવકો પૈકી એક યુવકે મહિલા ઇન્ટર્ન ડોક્ટર.સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે લેખિત ફરિયાદ સિવિલ સુપરિટેન્ટન્ટ અને ડીનને આપી હતી. જે ફરિયાદના આધારે સિવિલ સુપ્રિટેન્ડન્ટે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. સિક્યુરીટી એજન્સીને નોટિસ આપી જવાબ માંગવામાં આવ્યો છે. સિવિલ સુપરિટેન્ટન્ટે CCTV ચેક કરતા ઇન્ટર્ન ડૉક્ટર સાથે કોઈ છેડતીનો પ્રયાસ થયો ન હોવાનું તેમજ જે ઘટના બની છે. તે માત્ર આકસ્મિક ઘટના હોવાનું જણાવ્યું હતું. તેમ છત્તા તપાસ સમિતિ દ્વારા 5 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી મળશે.

પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મની બનેલી ઘટના બાદ દેશભરની સરકારી હોસ્પિટલોમાં સિક્યુરીટીનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. ત્યારે વલસાડ GMERS સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટર અને સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સિક્યુરીટી સ્ટાફ વધારવા માંગ કરી હતી. તે બાદ પણ સિવિલ હોસ્પિટલના સંચાલકો દ્વારા સિક્યુરીટી ગાર્ડ વધારવામાં આવ્યા ન હતા. જેને લઈને ગત શુક્રવારે રાત્રે ઇન્ટર્ન ડોકટર તરીકે ફરજ બજાવતી એક મહિલા ડોકટર તેમની કામગીરી કરી રહ્યા હતા. રાત્રે બાયોમેટ્રિકમાં જરૂરી એન્ટ્રી કરવા મહિલા ઇન્ટર્ન ડોક્ટર કેસ બારી પાસે મુકેલા કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવા ગઈ હતી. ત્યારે ત્યાં અજાણ્યા 3 યુવકો ઉભા હતા. ઇન્ટર્ન ડોક્ટર કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરી પરત ફરી રહી હતી. ત્યારે અજાણ્યા ઇસમે તેની નજીક આવી મહિલા ઇન્ટન ડોક્ટરની છેડતીનો પ્રયાસ કર્યો હોવાની લેખિત ફરિયાદ ઇHOD મારફતે સિવિલ સુપરિટેન્ડન્ટ અને ડીનને આપી હતી.

જે ફરિયાદના આધારે વલસાડ GMERS સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટે ભોગ બનનાર વિદ્યાર્થિની અને અન્ય વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિનો ચિતાર મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલમાં લાગેલા CCTV ફૂટેજ ચેક કરતા કેસબારી પાસે 3 અજાણ્યા યુવકો ઉભા હતા. ત્યારબાદ મહિલા ડોક્ટર કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવા આવે છે. એન્ટ્રી થયા બાદ પરત ફરતી વખતે એક યુવક ડોક્ટરની નજીક આકસ્મિક રીતે આવે છે. તે છેડતીના ઇરાદે આવતો ન હોવાનું પ્રાથમિક તબક્કે દેખાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમ છત્તા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.

સિક્યુરીટી ગાર્ડની ગેરહાજરી બાબતે સિક્યુરીટી એજન્સી સંચાલકને નોટિસ પાઠવવામાં આવી છે. આગામી બુધવાર સુધીમાં નોટીસનો સ્પષ્ટ હવાબ આપવા સૂચના આપવામાં આવી છે. તેની સિક્યુરીટી એજન્સીના માણસો સ્થળ ઉપર કેમ ન હોવા બાબતે તપાસ ખુલાસો આપવા જણાવ્યું છે. વલસાડ સીટી SPને ઘટનાની જાણ થતાં તાત્કાલિક વલસાડ સીટી PI ડી ડી પરમારને સ્થળ મુલાકાત લઈને યુવતીની પ્રાથમિક પૂછપરછ કરવા અને ઘટના ક્રમ જાણવા સૂચના આપી હતી. જેના આધારે ડી ડી પરમારે ઇન્ટન મહિલા ડોક્ટરની પ્રાથમિક પૂછપરછ કરી કોઈ ફરિયાદ આપવા બાબતે પૂછતાં મહિલા ડોક્ટરે હાલના તબક્કે પોલીસ ફરિયાદ આપવાની ના પાડી હતી.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “તબીબની રચના બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી, સુપ્રિટેન્ડન્ટે કહ્યું- પ્રાથમિક તપાસમાં છેડતી થયાનું માલૂમ પડતું નથી”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot