પત્નીની જાણ બહાર RTOના ફોર્મમાં ખોટી સહી કરી વાહનો ટ્રાન્સફર કરાવી લીધા, વલસાડના પારડીનો બનાવ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પારસીવાડ વિસ્તારમાં રહેતા મનીષાબેન પારેખ સાથે 1997માં મનોજ પારેખ સાથે થયા હતા. દંપતી સાથે મળીને પારડી ખાતે આવેલી ભગવતી જવેલર્સનું સંચાલન કરતા હતા. દરમ્યાન વર્ષ 2014માં મનીષાબેને એક કાર ન. GJ-15-CD-1402 અને વર્ષ 2023માં મોપેડ ન. GJ-15-EA-3227 મનીષાબેનના નામે તેમણે ખરીદી કરી હતી. મનીષાબેને જેના રૂપિયા આપ્યા હતા. થોડા સમય પહેલા દંપતીમાં મનમેળ ન થતા મનીષાબેન સાસરેથી અલગ રહેતા છે. પતિ મનોજ પારેખે વાપીની કોર્ટમાં છુટા છેડા માટે કેસ નોંધાવ્યો છે. જે દરમ્યાન મનીષાબેન પારેખના નામે આવેલી કાર અને મોપેડ વલસાડ RTO કચેરીમાં RTOના TTO ફોર્મ ઉપર મનીષાબેન પારેખની ખોટી સહી કરી મનોજ પારેખના નામે વાહન ટ્રાન્સફર કરવી લીધા હતા. મનીષાબેનના પતિ મનોજ અને મનીષાબેનના ભાઈ ભાવેશ પારેખ વિરુદ્ધ છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી. વલસાડ સીટી પોલીસ મથકે મનીષાબેન પારેખની ફરિયાદના આધારે વલસાડ સીટી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
ravatiyadharina@gmail.com
Vapi District Valsad Gujarat





