વલસાડના પશ્ચિમ રેલવે યાર્ડ વિસ્તારમાંથી એક એન્જિનને દહાણું મોકલવામાં આવી રહ્યું હતું.

દહાણું ખાતે એક એન્જિન પાટા પરથી ઉતરી પડવાની ઘટના સર્જાઇ હતી.જેને લઇ દહાણુ રેલવે તંત્ર દ્વારા વલસાડ રેલવે પ્રશાસનને જાણ કરવામાં આવી હતી.જેના માટે એક એન્જિન વલસાડ રેલવે યાર્ડમાંથી મોકલવા માટે તૈયારી ચાલી હતી.આ એન્જિન ગુરૂવારે સવારે 11 વાગ્યાના સુમારે દહાણું જવા માટે નિકળ્યું હતું ત્યારે યાર્ડમાંથી પસાર થતી વેળા ટ્રેક પરથી એન્જિનના પૈડાં નીચે ઉતરી પડ્યા હતા.જેને લઇ લોકોપાયલોટ અને સ્ટાફમાં દોડધામ થઇ ગઇ હતી.રેલવેના સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવતા ટેક્નિકલ સ્ટાફના કર્મચારીઓ ઇજનેરો ઘટના સ્થળે ધસી આવી તાત્કાલિક એન્જિનને પાટા પર લાવવાની કામગીરી શરૂ કરાઇ હતી.લગભગ 2 કલાકથી વધુ સમયની જહેમત બાદ એન્જિનને ટ્રેક પર લાવવામાં આવ્યું હતું.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
ravatiyadharina@gmail.com
Vapi District Valsad Gujarat





