Explore

Search

February 4, 2026 3:39 pm

IAS Coaching

વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેન આવતાં જ યુવક દોડીને ટ્રેક પર કૂદી પડ્યો, દૃશ્યો જોઈ મુસાફરોની કંપારી છૂટી ગઈ

વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર બુધવારે રાતે પોણાઆઠ વાગ્યાનો સમય હતો. મુંબઈથી સુરત તરફ જતી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ આવવાનો સમય થઈ ચૂક્યો હતો. આ પહેલાં જ એક યુવક રેલવે પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. સામાન્ય રીતે બધા પેસેન્જર ટ્રેનની રાહ જોતા હોય એ રીતે જ આ યુવક ટ્રેનની રાહ જોતો હતો. પ્લેટફોર્મની નજીક ટ્રેન આવતાં જ યુવક ઝડપથી ચાલતો થાય છે અને અચાનક જ એન્જિન આગળ કૂદકો લગાવી દે છે.

પૂરપાટ ઝડપે આવતી ટ્રેન આગળ પડતું મૂકી દેતાં અજાણ્યા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રેલવેટ્રેક પર હચમચાવી નાખતાં દૃશ્યો સર્જાયાં હતાં. ઘટના અંગે સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનના પાઇલટે કંટ્રોલ રૂમ મારફત વલસાડ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. વલસાડના સ્ટેશન માસ્તરે તાત્કાલિક વલસાડ GRPની ટીમને ઘટનાની જાણ કરી હતી.

વલસાડ GRPની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુવકની લાશની પ્રાથમિક તપાસ કરતાં યુવકના ઓળખના કોઈ પુરાવા મળ્યા ન હતા. GRPની ટીમે યુવકની લાશના ફોટા આજુબાજુમાં રહેતા અગ્રણીઓને મોકલાવી અજાણ્યા યુવકની લાશની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. ઓળખ થયા બાદ આત્મહત્યા પાછળનું કારણ સામે આવે તેવી શક્યતા છે.

Dharinaben  Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot