✅વલસાડ જિલ્લા પોલીસની ટીમે બાતમી વાળી કારનો ફિલ્મીઢબે પીછો કર્યો, ચારેય આરોપીને ઝડપી પાડ્યા.
✅ પોલીસે વલસાડથી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડ્યા
✅ કરોડો રૂપિયા જમીનના સોદામાં વૃદ્ધને મળ્યા હતા.
✅ બ્લેક મનીની એન્ટ્રી વૃદ્ધને આરટીજીએસ મારફતે વ્હાઈટમાં મળનારી હતી.
✅ આરોપીઓ ધૂમ સ્ટાઇલમાં ભાગી છૂટવામાં સુરત પોલીસના સિકંદામાંથી સફળ રહ્યા.
✅ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
✅ બ્લેક મની ક્યાંથી આવી તે અંગે પૂછપરછ કરતા પોલીસે મૌન સેવ્યું

સુરતના રાંદેર વિસ્તારમાં લૂમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઈટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈને જતા હતા. ત્યારે આ રૂપિયા આપવા માટે પોતાના બંગલાથી 100 મીટર દૂર ગયા હતા. આ રૂપિયાની સામે વૃદ્ધને આરટીજીએસ મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હતી. પરંતુ એક ઇનોવા કારમાં આવેલા ચાર શખસે કારમાંથી પૈસાના થેલા પોતાની કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં બળજબરીથી બેસાડી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જો કે, વલસાડથી 4 શખસને ઝડપી લેવામાં આવ્યા છે અને લૂંટાયેલા રૂપિયા પણ પોલીસે કબ્જે કર્યા છે.

સુરતમાં બનેલી લૂંટની ઘટનાની જાણ વલસાડ પોલીસની ટીમને મળતા વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો ઉપર નાકાબંધી ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળી કાર આવતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે બગવાળા ટોલ નાકા પાસે પોલીસની નાકાબંધી જોઈને આરોપીઓ રોંગ સાઈડ ઉપર ભાગી ગયા હતા. વલસાડ જિલ્લા પોલીસની ટીમે બાતમી વાળી કારનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો. આરોપીએ પારડી તાલુકાના પલસાણા રાવરા ફળિયામાં આવ્યા હતા. વલસાડ જિલ્લા પોલીસની ટીમે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ લૂંટાયેલા 5 કરોડ રૂપિયા પણ પોલીસે કબ્જે કર્યા છે.
વૃદ્ધ કારખાનેદારે કારનો પીછો પણ કર્યો હતો. પરંતુ કારચાલક આરોપી ધૂમ સ્ટાઇલે ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ડીસીપી, એસીપી, ક્રાઈમ બ્રાન્ચ, રાંદેર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપીઓએ શ્રીકાંતને પલસાણા ખાતે ઉતારી દેતા પોલીસની એક ટીમ પલસાણા પહોંચી હતી. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા હરીશભાઈ વાકાવાડા લુમ્સનું કારખાનું ચલાવે છે. હરીશભાઈ પાસે રોકડમાં ઘરે પાંચ કરોડ પડ્યા હતા. આ કરોડો રૂપિયા જમીનના સોદામાં તેમને મળ્યા હતા.

છેલ્લા કેટલાય સમયથી આ બ્લેક મનીને વ્હાઈટ કરવા માટે તેઓ મહેનત કરી રહ્યા હતા. આ દરમિયાન 15 દિવસ પહેલા તેમની ઓળખાણ શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના વ્યક્તિ સાથે થઈ હતી. આ બંને શખસ મુંબઈના રહેવાસી છે. શૈલેન્દ્ર અને શ્રીકાંતે બ્લેક મનીને વ્હાઈટ કરવા માટે આ કારખાનેદારને જણાવ્યું હતું. શૈલેન્દ્રએ કંપની સેક્રેટરી છે, પોતાની કંપનીમાંથી આરટીજીએસ કરાવી બ્લેક મનીને વ્હાઈટ કરવાની વાત તેણે કરી હતી. જેથી આ બંનેની વાતમાં આવી જઈ કારખાનેદાર સહમત થયા હતા. બ્લેક મનીની આ એન્ટ્રી વૃદ્ધને આરટીજીએસ મારફતે વ્હાઈટમાં મળનારી હતી.
બપોરના સમયે વૃદ્ધ હરીશભાઈ પોતાના બંગલામાંથી પોતાની ગાડીમાં શ્રીકાંત અને શૈલેન્દ્ર સાથે આ રોકડ રકમ લઈ નીકળ્યા હતા. હરીશભાઈએ સામે પક્ષના વ્હાઇટ એન્ટ્રી આપનાર લોકોને ઘર પાસે જ બોલાવ્યા હતા. હરીશભાઈએ જેવી ગાડી થોભાવી કે તુરંત જ એક વ્હાઈટ કલરની ઇનોવા ત્યાં આવી પહોંચી હતી. જેમાં ચાર લોકો સવાર હતા. આ ચારેય શખસે સૌપ્રથમ તો હરીશભાઈને કારમાંથી રોકડ ભરેલા થેલા પોતાની ઇનોવા કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ શ્રીકાંત અને શૈલેન્દ્રને ઊંચકીને તેમને કારમાં બળજબરીથી બેસાડી દીધા હતા. કારમાં બેસાડ્યા બાદ આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જેથી હરીશભાઈ દ્વારા તેમનો પીછો પણ કરવામાં આવ્યો હતો. પરંતુ આરોપીઓ ધૂમ સ્ટાઇલમાં ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
કારખાનેદારે સૌપ્રથમ પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણકારી આપી હતી. ઘટનાની જાણ થતા જ રાંદેર પોલીસનો કાફલો તેમજ ડીસીપી, એસીપી, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત ફરિયાદીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ જ્યારે પૂછપરછ કરી રહી હતી ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે, જે શ્રીકાંતને આરોપીઓ બળજબરીથી લઈ ગયા હતા. તેને પલસાણા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો. જેથી રાંદેર પોલીસનો ડી સ્ટાફની એક ટીમ પરસાણા ખાતે પહોંચી હતી અને શ્રીકાંતનો કબ્જો લીધો હતો. બીજી તરફ આ વૃદ્ધ પાસે આ બ્લેક મની ક્યાંથી આવી તે અંગે પૂછપરછ કરતા પોલીસે પણ મૌન ધારણ કર્યું હતું. જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ આ પૈસા જમીન વેચાણના આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
ravatiyadharina@gmail.com
Vapi District Valsad Gujarat





