Explore

Search

February 4, 2026 1:42 pm

IAS Coaching

વાપી ફાટક બંધ, પૂર્વ-પશ્રિમના 20 હજાર વાહન ચાલકોને પડી હાલાકી

વાપી ડેપો તરફનો રેલવે ફાટક બંધ રહેવાથી નવા અંડરપાસની બંને બાજુ ભારે ટ્રાફિક જામની સ્થિતિ ઉદભવી રહી છે.

રોજના અંદાજે 20 હજાર જેટલા વાહન ચાલકોએ ફાટક બંધ રહેવાથી હાલાકી ભોગવી રહ્યાં છે.કામ ચલાઉ જુના ફાટક બંધ રહેવાથી વાહન ચાલકોએ જે ટાઇપ નવા અંડરબ્રિજ 2 કિ.મી. સુધી લાંબો ચકરાવો મારવો પડશે. હજુ આગામી 26 સપ્ટેમ્બર સુધી વાહન ચાલકોએ હાલાકી ભોગવવા તૈયાર રહેવું પડશે.જો કે વાહન ચાલકોનો વધુ સમયના બગાડ સાથે પેટ્રોલના પણ વધુ નાણાં ખર્ચવા પડી રહ્યાં છે.

વાપી ડેપો તરફનો રેલવે ફાટક ગેટ નં. 80 ઉપર એન્જિનિયરિંગ ટ્રેક અને રોડનું સમારકામથી 22ના રોજ 8 વાગ્યાથી 26 સપ્ટેમ્બર 6 કલાક સુધી બંધ રાખવામાં રેલવે વિભાગે નિર્ણય લીધો હતો.જેના કારણે જુના રેલવે ફાટક પાસે સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ થવાથી વાહન ચાલકોએ ડાયવર્ટ કરી વાપીના નવા ગરનાળાથી પસાર થઇ રહ્યાં છે. નુતનનગર ખાતે આવેલ ડેપોનો રેલવે ફાટક 5 દિવસ બંધ રહેવાથી વાહન ચાલકો માટે એકમાત્ર નવા અંડરપાસથી પસાર થતાં ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.

રોજના 20 હજાર વાહન ચાલકોએ 2 કિ.મી. દુર જે ટાઇપ નવા અંડરપાસ સુધી લાંબો ચકરાવો મારવાની ફરજ પડી રહી છે.પરિણામે વાહન ચાલકોનો વધુ સમય બરબાદ થઇ રહ્યો છે. સ્ટેશનના પૂર્વ ભાગે પોલીસ જરૂરી ફાટકને લઇ હાલ પૂર્વ અને પશ્ચિમનો ટ્રાફિક ગરનાળા અને અંડરબ્રિજમાં ડાયવટ થયો છે. જેને લઇ બજાર અને રેલવે સ્ટેશને ટ્રાફિકજામની સમસ્યા થઇ રહી છે. ખાસ કરીને વાપી રેલવે સ્ટેશનના પૂર્વ ભાગે આડેધડ રિક્ષા પાર્કિંગ અને પેસેન્જર બેસાડવા માટે રિક્ષા ચાલકો ગમે ત્યાં ઉભા રહી જતા જામની સ્થિતી થઇ રહી છે. જેને લઇ પોલીસ બંદોબસ્ત જરૂરી બન્યો છે.

ડેપોની સામેના જુના ફાટક બંધ થવાથી વાપી નવા અંડરપાસ પાસ પાસે સૌથી વધારે ટ્રાફિક જામ થઇ રહ્યો છે. જેમાં સવારે અને સાંજના સમયે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સોમવારે વરસાદી માહોલ વચ્ચે વાહન ચાલકોએ ટ્રાફિક જામમાંથી પસાર થવાની ફરજ પડી હતી.જો કે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકને કંટ્રોલ કરવાના પુરતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

વાપી ફલાય ઓવરબ્રિજનું કામ એકદમ મંથરગતિએ ચાલી રહ્યું છે. નવા સબ વે અને અંડરપાસને કાર્યરત થતાં હજુ સમય લાગે તેમ છે.જેથી જુના ફાટક બંધ થવાથી વાહન ચાલકો પાસે માત્ર જે ટાઇપ નવા અંડરબ્રિજનો સહારો છે.અન્ય કોઇ વિકલ્પ ન હોવાથી વાહન ચાલકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.બલીઠા અને મોહનગામ ફાટક દુર છે. મોટા વાહનો આ સ્થળેથી પસાર થઇ શકે છે,પરંતુ સ્થાનિક વાહન ચાલકોએ નવા અંડરપાસમાંથી જ પસાર થવાનો એક માત્ર વિકલ્પ છે.તંત્રએ પહેલા અન્ય વિકલ્પો ખુલ્લા રાખી મરામતની કામગીરી કરવી જોઇએ.


Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot