Explore

Search

February 4, 2026 1:50 pm

IAS Coaching

આરોપીઓ વલસાડથી મહારાષ્ટ્ર જઈ રહ્યા હતા ત્યારે પોલીસે દબોચ્યા, 16 તારીખે મુદ્દામાલની ચોરી કરી હતી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલે રેલવે સ્ટેશન વિસ્તારમાં 16 સપ્ટેમ્બરની રાત્રીએ મહાલક્ષ્મી કિરણા સ્ટોરનું તાળું તોળી કેટલાક અજાણ્યા ચોર ઈસમો અનાજ અને લોટનો જથ્થો ચોરી ગયા હતા.

જે બાબતે ભીલડ પોલીસની ટીમ તપાસ કરી રહી હતી. જે દરમ્યાન વલસાડ SP.ડો. કરનરાજ વાઘેલાની સૂચના આને માર્ગદર્શન મુજબ ભીલાડ પોલીસની ટીમ આરોપીઓને ઝડપી પાડવા કામગીરી કરી રહી હતી. જે દરમ્યાન મળેલી બાતમીના આધારે એક છોટા હાથી ટેમ્પો ન. GJ-15-AX-1863 લઈ 3 ઈસમો કરમબેલે રેલવે સ્ટેશન પાસે મહાલક્ષ્મી કિરણા સ્ટોરમાંથી ચોરેલો અનાજ અને લોટનો જથ્થો લઈને ટેમ્પો ચાલક વાપીથી ટેમ્પો લઈને ભીલાડ હાઇવે થઈ મહારાષ્ટ્ર તરફ જઇ રહ્યા હોવાની બાતમી મળી હતી. ભીલાડ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ભિલાડ પોલીસે ભિલાડ હાઇવે ઉપર મહારાષ્ટ્ર તરફ જતા વાહનો ઉપર વોચ ગોઠવી હતી.

જે દરમ્યાન બાતમીવાળો ટેમ્પો આવતા ભિલાડ પોલીસની ટીમે બતમીવાળો છોટા હાથી ટેમ્પો અટકાવી ટેમ્પોમાં ચેક કરતા ટેમ્પોમાંથી 56 કટ્ટ અનાજ અને લોટ મળી આવ્યો હતો. ભિલાડ પોલીસની ટીમે ટેમ્પો ચાલક સહિત 3 ઇસમોની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતા ગત 16 સપ્ટેમ્બરની રાત્રીએ કરમબેલે રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલી મહાલક્ષ્મી કિરણા સ્ટોરમાં થયેલી ચોરીનું અનાજ અને લોટ નો જથ્થો હોવાની આરોપીઓએ કબૂલાત કરતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી 4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીઓની વધુ પૂછપરછ કરતા ચોરીની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot