વલસાડ જિલ્લાના સંજાણ રેલવે સ્ટેશન પાસે આવેલા ધીમસા કાંકરિયા રેલવે ફાટક પાસે પસાર થતી માલગાડી ટ્રેનની અડફેટે એક અજાણ્યા યુવકે આપઘાત કરવાના ઇરાદે ટ્રેન આગળ પડતું મૂકી દેતા યુવક ટ્રેનની અડફેટે આવી જતા યુવકનું મોત થયું હતું.

માલગાડીના પાયલોટે રેલવે કંટ્રોલ રૂમ મારફતે સંજાણ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને ઘટનાની જાણ કરી હતી. સંજાણ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરે ઘટનાની જાણ વાપી GRP અને ઉમરગામ પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. વાપી GRP અને ઉમરગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી ચેક કરતા એક યુવકની લાશ પડી હતી. લાશને ચેક કરતા ઓળખાણના કોઈ પુરાવા મળ્યા ન હતા. ઉમરગામ પોલીસે લાશનો કબ્જો.મેળવી લાશની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ રેલવે સ્ટેશન પાસે આવેલા ધીમસા કાંકરિયા રેલવે ફાટક પાસેથી પસાર થતી માલગાડી ટ્રેન ન. AC/LE માલગાડી ટ્રેન આગળ રેલવે કિમિ નં 151 પાસે આપઘાત કરવાના ઇરાદે અજાણ્યો યુવક ટ્રેન આગળ આવી ગયો હતો. માલગાડી ટ્રેન આગળ અચાનક આવી ગયેલા યુવકનું ટ્રેન આડફેટે આવી ગયો હતો. ટ્રેનના પાયલોટ કંટ્રોલ રૂમ મારફતે સંજાણ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને ઘટનાની જાણ કરી હતી. સંજાણ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરે તાત્કાલિક વાપી GRPની ટીમ અને ઉમરગામ પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. વાપી GRPની ટીમે રેલવે કિમિ 151/4 અને 6 વચ્ચે ટ્રેનીની અડફેટે આવી ગયેલા અજાણ્યા યુવકની લાશ મળી હતી. ઉમરગામ પોલીસની ટીમને જાણ કરી લાશને ચેક કરતા યુવક પાસે ઓળખના કોઈ પુરાવાઓ મળ્યા ન હતા.
જેથી અજાણ્યા યુવકની ઓળખાણ કરવા માટે વાપી GRP અને ઉમરગામ પોલીસની ટીમે ધીમસા કાંકરિયા રેલવે ફાટક આજુબાજુના વિસ્તારમાં રહેતા સ્થાનિક અગ્રણીઓને સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવકની લાશનો ફોટો મોકલાવી લાશની શોધખોળ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. ઉમરગામ પોલીસે અજાણ્યા યુવકની લાશનો કબ્જો મેળવી લાશનું PM કરવાની કામગીરી હાથ ધરી છે.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
ravatiyadharina@gmail.com
Vapi District Valsad Gujarat





