Explore

Search

February 4, 2026 2:03 pm

IAS Coaching

રોટરી રેન્જર દ્વારા આઇકોનિક ટીચર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જર કે જેની સ્થાપના એક વર્ષ પેહલા થઈ છે પરંતુ શિક્ષણ જગત માં અમૂલ પરિવર્તન લાવવાના લક્ષ્ય થી કાર્ય કરી રહ્યું છે.

જેના ભાગ રૂપે છેલ્લા ૨ મહિના થી રોટરી આઇકોનિક ટીચર ની શોધ ચલાવવામાં આવી હતી. જેમાં પ્રથમ રાઉન્ડ માં બધા શિક્ષકો પાસેથી ૫ મિનિટ ના શિક્ષણ કાર્ય નો વિડિયો મંગાવવામાં આવ્યો હતો અને તેને યું ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા હતા જેમાંથી ઓનલાઇન જજમેંટ દ્વારા ૩૦ શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા હતા. જેની ગ્રાન્ડ ફાઇનલ વલસાડ સ્થિત પરિવાર રેસ્ટોરન્ટ નેશનલ હાઈવે નં AC હોલ માં યોજાઈ હતી. 

આ ફાઇનલ ની નવીનતા એ હતી કે શિક્ષકો ને જજ કરવા માટે વિવિધ શાળાના ધોરણ ૧૧ અને ૧૨ નાં વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળાના આચાર્યો અને આમંત્રિત જજ તરીકે માં ફાઉન્ડેશન નાં સીઈઓ અમિત મહેતા, વલ્લભ આશ્રમ ના ટ્રસ્ટી કુશ સાકરીયા, કેબીએસ કોલેજ નાં પ્રાધ્યાપક ડો. યતિન વ્યાસ, યુબીકા વર્લ્ડ નાં ભાવિન દેસાઈ, ની ટીમ એમ કુલ ૧૧૦ વ્યક્તિઓ એ આઇકોનિક શિક્ષક શોધવાનું કાર્ય કર્યું હતું. જેમાં બધું જ્જમેન્ટ ઓનલાઇન ટેકનોલોજી ની મદદથી થયું હતું.

અંતે વિજેતા તરીકે સરસ્વતી ઇન્ટર નેશનલ ના શિક્ષિકા દીપ્તિ વિરેન શાહ આઇકોનિક ટીચર વિજેતા બન્યા હતા જેમને લેપટોપ, ટ્રોફી અને સર્ટિફિકેટ થી સન્માનિત કરવામાં આવ્યા હતા, બીજા ક્રમે કુલ ૫ વિજેતાઓને ટેબ્લેટ, ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં મણીબા શાળા નાંબીના વિનોદ મેહતા, સાર્વજનિક ઇંગ્લિશ સ્કૂલ સુરત નાં સુનીલ જાદવ, અતુલ વિદ્યાલય ના સિરાજ સરોસ પટેલ, એમ. એમ. હાઇસ્કૂલ ઉમરગામ નાં જેસલ પ્રમોદભાઈ શાહ, ચક્કીવાળા હાઈ સ્કુલ સુરત ના હઝરબીબી હકીમ વિજેતા થયા હતા. ત્યાર બાદ ત્રીજા ક્રમે વિજેતાઓને સ્માર્ટ વોચ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામા આવ્યા હતા જેમાં શાહ ખીમચંદ મૂળજી હાઇસ્કૂલ ના જયશ્રીબેન ભગત, અતુલ વિદ્યાલય નુરેન કાસમની, વલ્લભ આશ્રમ ના મનોજ ખાપ્રે, ટાટા સ્કૂલ નવસારી ના ધરા અંકુર પટેલ અને પ્રકાશ પુરોહિત વિજેતા જાહેર થયા હતા. 

આ કાર્યક્રમ ના મુખ્ય દાતા આર્ય સંસ્કાર ધામ ના રશ્મીબેન રમેશભાઈ શાહ પરિવાર રહ્યો હતો. આ ઉપરાંત ડ્રિપ સિપ તરફથી ૨ ટેબ્લેટ અને ૨ સ્માર્ટ વોચ, સાહિલ શાહ તરફથી લેપટોપ, રો. મનોજ જૈન, રો. સુનીલ જૈન અને રો. ડો. દીપેશ શાહ તરફથી ટેબ્લેટ, સ્પોનસર કરવામાં આવ્યું હતું તથા રો. દિગંત દેસાઈ, રો. ભાવેશ પરીખ, રો. ભારત જૈન તરફથી સ્માર્ટ વોચ સ્પોંસર મળી હતી. ટ્રસ્ટ ના પ્રમુખ રો. ઉમેશ વચ્છાની દ્વારા સર્ટિિકેટ, ટ્રોફી અને દરેક શિક્ષકો માટેની રિટર્ન ગિફ્ટ સ્પોન્સર કરવામાં આવી હતી. 

સ્વાગત પ્રવચન રોટરી વલસાડ રેન્જર ના પ્રમુખ રો. મનોજ જૈન દ્વારા આપવામાં આવ્યું હતું તથા આભાર વિધિ માનદ મંત્રી રો. ભારત જૈન દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર સંચાલન એન. કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ ઇંગ્લિશ મીડિયમ કોલેજ પારડી ની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot