જે રહેવાસી સુરત અડાજન શીતલ ટોકીઝ જોપડ પટ્ટી બતાવે છે
સુરતના અડાજણ વિસ્તાર મા આવેલ શીતલ ટોકીઝ જોપડપટ્ટી થી આવેલ બે નબીરાઓ, આજના રેલ્વે ટ્રેક ઉપર ગાંજાની પડીકી લેવા આવેલ 2 નબીરાઓમાંથી 1 ટ્રેનના આડફેટે આવતા મોત નીપજ્યું.

યુવકો આજકાલ નશો કરવાની લત ને સામાન્ય કરી બેઠા છે. પછી એ દારૂનો નશો હોય ડ્રગ્સ હોય ગાંજા હોય કે અન્ય કોઈપણ પદાર્થનો નશો કરતા હોય નશો એટલે યુવકોમાં સામાન્ય કુટેવ.
નશો વેચનાર ફક્ત નશો કરનારનું જીવન નથી બગાડી રહ્યો પરંતુ તેની પાછળ તેના માતા પિતા તેની પત્ની તેના બાળકો તેનું સમાજ બધાને મુશ્કેલીમાં મૂકી જાય છે આવી જ એક ઘટના સુરતના અડાજણ વિસ્તારમાં શીતલ ટોકીઝ પાસે ઝોપડ પટ્ટી માં રહેતા બે યુવકો સાથે બની.
આ બંને નબીરાઓ ગાંજો ફૂંકવાની કુટેવ ધરાવતા હતા અને આ નશાની લતમાં ગાંજાની ખરીદી કરવા માટે રેલવે ફાટક તરફથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પૂર ઝડપે ટ્રેન આવતા એક નબીરો ટ્રેન તરફ ખેંચાઈ આવતા અડફેટે આવી ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
વધુમાં જાણવા મળે છે કે મોહમ્મદ શેહઝાદ અને તેનો મિત્ર સુરત અડાજન વિસ્તારમાં આવેલ શીતલ ઝોપડપટ્ટી માંથી ગાંજો લેવા માટે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ ઘટના બની.
ઘટનાની જાણ રેલ્વે પોલીસ વિભાગને થતા તરત ઘટના સ્થળે પોલીસ દોડતી થઈ હતી. ક્યાં ગાંજો મળે છે ત્યાં લેવા જઈ રહ્યા હતા તમામ પૂછપરછ અને સંપૂર્ણ મામલાની તપાસ હાથ ધરી હતી
Dharinaben Nikhil Dhodi (REPORTER)
ravatiyadharina@gmail.com
Vapi District Valsad Gujarat





