Explore

Search

February 4, 2026 2:04 pm

IAS Coaching

વલસાડમાં વેપારીને 12 ઈસમો પાર્કિંગ મુદ્દે માર મારી રહ્યા હતા ને પોલીસ ત્રાટકી, તમામ આરોપીઓ પોલીસને જોઈ ફરાર થયાં

નવરાત્રિ પર્વને લઈને વલસાડ જિલ્લા પોલીસની ટીમ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા પેટ્રોલિંગ કરી રહી હતી.

જે દરમિયાન વલસાડના અબ્રામા હાઇવે ઉપર આવેલી હોટલ ખોડિયારના પાર્કિંગમાં 12 જેટલા ઈસમો એક યુવકને ઢોર માર મારી રહ્યા હતા. પેટ્રોલિંગ કરતી સીટી પોલીસની ટીમે આ ઘટનાને નજરે જોતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકને વધુ મારથી બચાવ્યો હતો. પોલીસની હાજરી અંગે હુમલાખોરોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.
પોલીસની ટીમે ઇજાગ્રસ્ત યુવકની પૂછપરછ કરતા 2 દિવસ પહેલા ભાનુશાલી સમાજની વાડી આગળ કાર પાર્ક કરવાના મુદ્દે 2 યુવકો સાથે મારામારી થઈ હતી. જેની અદાવત રાખી 2 યુવકો પીછો કરતા હતા. તે જ યુવકોએ માર માર્યો હોવાનું જણાવ્યુ હતું. ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ શહેરના છીપવાડના ઓધવરામ નગરમાં રહેતા 34 વર્ષીય, કેતન મનજીભાઈ ભાનુશાલી ચાલી રહેલી નવરાત્રિને લઈને રવિવારે રાત્રે કેતન તેની પત્ની શોભના અને 2 બાળકો સાથે મોપેડ ઉપર વલસાડના મોંઘાભાઈ હોલ ખાતે નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમવા ગયા હતા. મોંઘાભાઈ હોલ ખાતે કેતન ભાનુશાલી તેના પરિવાર સાથે ગરબા રમી રહ્યા હતા. જે દરમિયાન તેની નજર અક્ષય કદમ અને યોગેશ આહીર નામના યુવક ઉપર પડી હતી. બંને યુવકો તેની સાથે ઝઘડો કરવાના ઇરાદે આવ્યા હોવાનું લાગતા કેતન ભાનુશાલી તેની પત્ની અને બાળકો સાથે ઘરે જવા રવાના થઈ ગયા હતા.

 મોંઘાભાઈ હોલ બહાર કેટલાક યુવકો કેતન ભાનુશાલીને જોઈને અંદરો અંદર વાતો કરતા જોઈ તાત્કાલિક છીપવાડ ઘરે જવા નીકળી ગયા હતા. બાળકો ગરબા રમવા અને જોવાની જીદ કરતા કેતનભાઈ તેમની કાર લઈને ધરમપુર ચોકડી ખાતે આવેલી ભાનુશાલી સમાજના નવરાત્રિ મહોત્સવમાં ગયા હતા. જ્યાં કેતન ભાનુશાલીએ તેની પત્ની અને બાળકોને નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમવા મોકલાવ્યા હતા. કેતને તેના મિત્ર દર્શનની મોપેડ ન. GJ-15-MM-7656 લઈને દર્શન સાથે અબ્રામા હાઇવે ઉપર આવેલી હોટલ ખોડિયારના પાર્કિંગમાં આવેલા પાનના ગલ્લામાં સોડા પીવા ગયા હતા.

સોડા પી પાર્ક કરેલી બાઇક પાસે આવ્યા ત્યારે યોગેશ આહીર દર્શન ભાનુશાલીની બાઇક ઉપર બેઠો હતો અને અક્ષય કદમ અને ગૌરવ આહીર સહિત 12 જેટલા યુવકો ઉભા હતા. યોગેશ આહીર કેતન પાસે પહોંચી કેતનના ખંભા ઉપર હાથ મૂકી કેતનને ખેંચી લઇ ગયો હતો. જ્યાં ગૌરવ આહીર, અક્ષય કદમ સહિતના યુવાનોએ કેતનને ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. દર્શન બચાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. જે દરમિયાન નવરાત્રિ પર્વને લઈને પેટ્રોલિંગ કરતી પોલીસની ટીમ ખોડિયાર હોટલના પાર્કિંગમાં થતી મારામારી જોઈ યુવાનોને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને આવેલી જોઈ આરોપીઓ ભાગી ગયા હતા.

 વલસાડ સીટી પોલીસની ટીમે ઇજાગ્રસ્ત કેતન ભાનુશાલીની પ્રાથમિક પૂછપરછ કરતા 2 દિવસ પહેલા ધરમપુર ચોકડી પાસે ભાનુશાલી સમાજની વાડી બહાર કરેલા પાર્કિંગને લઈને અક્ષય કદમ અને યોગેશ આહીર સાથે ઝઘડો અને ત્યારબાદ મારામારી થઈ હતી. સમાજના આગેવાનો અને અગ્રણીઓ વચ્ચે પડતા સમાધાન કરવામાં આવ્યું હતું. જેની અદાવત રાખીને માર માર્યો હોવાનું જણાવ્યું હતું. રાત્રે મોંઘાભાઈ હોલમાં પરિવારના સભ્યો સાથે ગરબા ગાવા ગયા હતા. ત્યારે અક્ષય અને યોગેશ રેકી કરવા આવ્યાં હતા.

મોંઘાભાઈ હોલ પાસે મારવા ફિલ્ડિંગ ગોઠવી હોવાની શંકા જતા ભાનુશાલી સમાજની વાડીએ કેતન ભાનુશાલી તેના પરિવાર સાથે જઈ રહ્યા હતા. ત્યારે અક્ષય કદમ, યોગેશ આહીર અને તેના સાગરીતો અલગ અલગ વાહનો લઈને પીછો કર્યો હોવાનું જણાવ્યું હતું. વલસાડ સીટી પોલીસે કેતન ભાનુશાલીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ સીટી પોલીસે BNSની કલમ 115(2), 118(1), 351, 352, 189(2), 189(4), 190, 191 (2), 191(3), 195(1), 61(2)A, 296B તથા GP એક્ટ 135 મુજબ ફરિયાદ નોંધી ઘટના સ્તબલ અને આજુબાજુના વિસ્તારના CCTV ફુટેઝ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

Dharinaben Nikhil Dhodi REPORTER
ravatiyadharina@gmail.com 
Vapi District Valsad Gujarat 
Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot