દાનહમાં સરકારી શાળા હોય કે પછી ખાનગી શાળા જેમાં વિદ્યાર્થીઓને શાળામાં લઇ જતા કે પછી ઘરે છોડવા આવતા રિક્ષા અને વાન ચાલકો સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનને ઘોળીને પી જતા જોવા મળે છે.નાના ભૂલકાં હોય કે પછી મોટા બાળકો હોય દરેકને ઘેટા બકરાની જેમ વાન અને રિક્ષામાં બેસાડવામાં આવે છે. આવા વાન અને રિક્ષા ચાલકો સામે ટ્રાફિક પોલીસ કે પછી આરટીઓ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

જેના કારણે વાન અને રિક્ષા ચાલકો બેફામ થઇ ગયા છે. આજ સ્થિતિ નમો મેડિકલ કોલેજમાં લઇ જવામાં મેડિકલના વિદ્યાર્થીઓ, નર્સિંગ-પેરામૅડિકલના વિદ્યાર્થીઓની છે.જેઓ માટેની બસમાં વિદ્યાર્થીઓ બેસવાની જગ્યા ન મળવાને કારણે ઉભા રહેવુ પડે છે.કેટલાકે તો દરવાજા પાસે લટકીને પણ જતા હોય છે.શું દાનહ પ્રશાસન અને આરટીઓ વિભાગ કોઈ જીવલેણ અકસ્માતની રાહ જોઈ રહ્યા છે.
દાનહ આરટીઓ વિભાગે છેલ્લે વર્ષ 2018માં શાળાઓની મુલાકાત લઇ વાન ચાલકો અને રિક્ષાચાલકોની અપેલી પરમીટ તથા ચાલકો નિયમોનું પાલન કરી રહ્યા છે કે નહિ તેની ચકાસણી કરાતી હતી ને તો દંડ પણ કરાતો હતો.પરંતું ત્યાર બાદ અત્યાર સુધી કોઈપણ રિક્ષાચાલક કે વાન ચાલકો સામે કોઈ કાર્યવાહી કરાઇ નથી.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
ravatiyadharina@gmail.com
Vapi District Valsad Gujarat





