Explore

Search

February 4, 2026 12:33 pm

IAS Coaching

ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેષ દવે સહિત અધિકારી-કર્મચારીઓએ શપથ લીધા

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા થઇ રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીના સંદર્ભમાં વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટર નૈમેષ દવે સહિતના અધિકારીઓ અને કર્મયોગીઓએ વડાપ્રધાનના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સમર્પિત ભાવથી ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી.

વલસાડ જિલ્લા પંચાયત ખાતે પણ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને વલસાડ SP કચેરી ખાતે SP ડો.કરણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જિલ્લા અને તાલુકાની તમામ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મયોગીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત જિલ્લા તથા તાલુકાના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર અનસૂયા જહા, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, જિલ્લા આયોજન અધિકારી બી.સી.પટેલ, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી, નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવના વસાવા, ડિઝાસ્ટર મામલતદાર નફીસા શેખ સહિત અધિકારી, કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot