Explore

Search

February 4, 2026 12:33 pm

IAS Coaching

પાંચમા નોરતાની રાત્રે વલસાડમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી, માતાજીના દુહા-છંદ અને ગુજરાતી ગીતો પર ગરબે ઘૂમ્યા

વલસાડ શહેર સહિત વલસાડ જિલ્લામાં અને ગુજરાતમાં નવરાત્રીના રંગમાં ખેલૈયાઓ રંગાઈ ગયા છે.

વલસાડ શહેરના મોંઘાભાઈ હોલ ખાતે આવેલા ધ રાઇઝિંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ, વશિયર ખાતે આવેલા શ્રીજી પ્લોર્ટમાં અનાવિલ પરિવાર નવરાત્રી મહોત્સવ, શહેરના અબ્રામા ખાતે આવેલા તડકેશ્વર મહાદેવ મંદિરના પાર્કિંગમાં ગોકુલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ અને વલસાડના કોલેજ કેમ્પર્સના ગ્રાઉન્ડમાં આવેલા રંગતાળી નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ વિવિધ છંદ, દોહા, ગુજરાતી ગીત અને માતાજીના વિવિધ ગરબાઓની ધૂનમાં તમામ.ખેલાડીઓ રંગાઈ ગયા, નવરાત્રી માં માતાજીના વિશેષ આશીર્વાદ મેળવવા ખેલૈયાઓ ગરબાના વિવિધ સ્ટેપ્સ સાથે ઝૂમી ઉઠ્યા છે.

જેમ જેમ નવરાત્રિ આગળ વધી રહી છે તેમ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ પણ વધી રહ્યો છે. વલસાડ જિલ્લા પોલીસની she ટીમ અને મહિલા પોલીસની.ટીમ ખેલૈયાઓના સ્વાંગમાં નવરાત્રી મહોત્સવમાં ફરીને ખેલૈયાઓને સ્વાંગમાં આવતા રોમિયોને ઝડપી પાડવા તત્પર છે. સાથે વલસાડ જિલ્લાના તમામ નવરાત્રી મહોત્સવમાં CCTVની બાજ નજર ખેલૈયાઓ રક્ષા કરવા લગાવવામાં આવ્યા છે. નવરાત્રીના 5 દિવસ દરમ્યાન વલસાડ જિલ્લામાં એક પણ કેસ છોકરીઓની કે મહિલાઓની છેડતીની ઘટના બની ન હોવાનું જાણવા મળ્યું છે. વલસાડ જિલ્લાના તમામ મોટા.ગરબા ના આયોજન સાથે શહેરના મુખ્ય.માર્ગો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot