Explore

Search

February 4, 2026 12:31 pm

IAS Coaching

વાપીના વાઇબ્રન્ટ માર્કેટમાં લોકોના જીવ જોખમમાં મુકીને સ્ટંટ કરતા બાઇક ચાલકને પોલીસે ઝડપી પાડ્યો

હાલમાં ચાલી રહેલા નવરાત્રીના તહેવારને લઈને વલસાડ જિલ્લા પોલીસની ટીમ વાપી સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી.

જે દરમ્યાન વાપીના વાઇબ્રન્ટ માર્કેટ પાસે એક બાઇક ઉપર સવાર યુવક લોકોના જીવને જોખમમાં મુકાય તે રીતે બાઇક ઉપર સ્ટંટ કરતા કોવા મળ્યો હતો. યુવક ચાલુ બાઈક છોડી દીધી હતી. ઘટનાને લઈને વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે યુવક વિરુદ્ધ GIDC પોલીસ મથકે સ્ટંટ કરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

 નવરાત્રી પર્વને ધ્યાને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાએ જિલ્લાના તમામ પોલોસ મથક અને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમને સૂચના આપી હતી. જે સુચનાના આધારે વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ વાપી સહિત જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહી હતી.

જે દરમ્યાન વાપીના વાઇબ્રન્ટ માર્કેટમાં જિલ્લા ટ્રાફિકની ટીમ પેટ્રોલિંગ કરવા પહોંચી ત્યારે એક બાઇક ઉપર સવાર યુવક બાઇકની સીટ ઉપર એકદમ પાછળથી બેસી બાઇક ચાલુ કરી લોકોના જીવનને જીખમમાં મુકતો હોવાનો સ્ટંટ કર્યો હતો. સ્ટંટ.દરમ્યાન યુવકથી બાઇક છૂટી ગઈ હતી. અને બાઇક આગળ જઇ પડી ગઈ હતી. વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે સ્ટંટ કરતા યુવક સામે વાપી GIDC પોલીસ મથકે MV Act -207 મુજબ ફરિયાદ નોંધાવી હતી. નવરાત્રીના પર્વ દરમ્યાન વાપીના વાઇબ્રન્ટ માર્કેટમાં જાહેરમાં સ્ટંટ કરનાર યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com 

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot