દિવાળીના પર્વને લઈને વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાએ વલસાડ LCBના ઇન્ચાર્જ PI એ યુ રોઝને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી. વલસાડ LCBના ઇન્ચાર્જ PI એ યુ રોઝના નેતૃત્વમાં વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્ર તરફથી આવતો એક આઇસર ટેમ્પો ન. DD-01-J-9251માં ખાલી કેરેટ લઈ જઈ રહ્યો છે. તે ટેમ્પોમાં બનાવેલા ચોર ખાનામાં મહારાષ્ટ્રથી વિદેશી દારૂનો જથ્થો લઈને સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી.

વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે ગુંદલાવ ચોકડી પાસે બતમીવાળા ટેમ્પોની વોચ ગોઠવી હતી. જે દરમ્યાન બાતમીવાળો ટેમ્પો આવતા ટેમ્પોને અટકાવી ચેક કરતા ટેમ્પોમાં શાકભાજીના ખાલી કેરેટ મળી આવ્યાં હતા. વલસાડ LCBની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આઇસર ટેમ્પોમાં ચેક કરતા ટેમ્પમાં બનાવેલા ચોરખાનમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
વલસાડ LCBની ટીમે ચોરખાનામાંથી કુલ 4,776 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ LCBની ટીમ 5.46 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વલસાડ LCBની ટીમે 28 વર્ષીય, ટેમ્પો ચાલક વિષ્ણુ ભૂરારામ બીશ્નોઈની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી.

વલસાડ LCBની ટીમે ઓનલાઈન ચેક કરતા પોલીસની નજર ચૂકવવા નંબર પ્લેટ ડુપ્લીકેટ લગાવી હોવાનું સામે આવ્યું હતું. વલસાડ LCBની ટીમે 5.46 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો અને મોબાઈલ મળી કુલ 15.51 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ડુપ્લીકેટ નમ્બર પ્લેટની કલમ ઉમેરી વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ પારડી પોલીસની ટીમને સોંપી છે.
રિપોર્ટર : નાવેદ શેખ “વલસાડ”





