વલસાડ જિલ્લાના કપરાડા ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરી ના ઘરે આ વર્ષે પણ મેળા જેવો માહોલ જામ્યો હતો..આ વર્ષે પણ તેમના ઘરે નવા વર્ષના નિમિતે સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમગ્ર કપરાડા તાલુકા અને જિલ્લા ભરમાંથી લોકો આવ્યા હતા.
વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત રીતે નવા વર્ષ ને આવકારવા અને ખેતરમાં તૈયાર થયેલા નવા પાકની ખુશીમાં આદિવાસીઓ ઘોર નૃત્ય કરે છે.. આ વિસ્તારમાં ઘેરૈયા ટોળકીઓ ગામે ગામ ફરે છે. અને લોકો ને માતાજીના આશીર્વાદ આપે છે. ઘેરૈયા ટોળકીને યજમાન પરિવારો ઉત્સાહપૂર્વક આવકારે છે. ત્યારે વલસાડ જિલ્લાના કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘરે પણ ઘેરૈયા ટોળકીઓ પહોંચી અને પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી.


આમ વર્ષો જૂની આ પરંપરા આ વખતે પણ યથાવત રહી હતી. જીતુભાઈ ચૌધરી એ પણ આ સાંસ્કૃતિક પરંપરાને બિરદાવી હતી. પેઢીઓથી ચાલતી આ પરંપરા ને યુવા પેઢી પણ ઉત્સાહ પૂર્વક આગળ વધારી રહી છે. ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીના સમર્થકો અને કાર્યકર્તાઓ છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી નવા વર્ષના દિવસે કાર્યકારોનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો છે. મોટી સંખ્યામાં કપરાડા તાલુકાના આગ્રણીઓ આગેવાનો અને સમર્થકો જીતુભાઇ ચૌધરીને મળી તેમને આશીર્વાદ આપતા હોય છે.





