વલસાડ તાલુકાના પારનેરા ગામના સ્થાનિક યુવકો અને મહિલાઓએ ગુજરાતી નવા વર્ષની શરૂઆત રામ મંદિરી 5001 દીવડા પ્રગટાવી અયોધ્યામાં રામના આગમની ઉજવણી અને નવા વર્ષની ઉજવણીને વધાવી હતી. યુવાનોએ રામ રાજ્યની પ્રાર્થના કરી હતી. ચાલુ વર્ષે અયોધ્યામાં રામજી મંદિરમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા થતા આગામી વર્ષોમાં રામ રાજ્યની સ્થાપના ગણાવી હતી. સ્થાનિક યુવકોએ મોટી સંખ્યામાં રાત્રે પારનેરાના રામ મંદિરે એકત્રિત થઈને 5,001 દીવડા પ્રગટાવ્યાં હતા. સમગ્ર રામ મંદિર દિવડાઓના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું હતું.
નવા વર્ષની શરૂઆત રામ રાજયથી પ્રાર્થના સાથે ઉજવણી કરવાનું વલસાડ તાલુકાના પારનેરા યુવાનો અને યુવતીઓએ નિર્ણય કર્યો હતો. પારનેરા રામજી મંદિરે નવા વર્ષની પ્રથમ ક્ષણે રામ મંદિરે 5,001 દીવડા પ્રગટાવી ગુજરાતી નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો. વનવાસ પુરણકારી લંકા ઉપર ભવ્ય વિજય મેળવી અયોધ્યા શ્રી રામ, માતા સીતા સાથે પરત ફર્યા હતા. ત્યારે સમગ્ર આયોધ્યા દીવડાના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું હતું.
તેવા જ પ્રકાશથી વલસાડના પારનેરાના રામ મંદિરને દિવડાઓથી સજાવી નવા વર્ષનો મંગલ.પ્રારંભ કરવાનો સ્થાનિક યુવકોએ નિર્ણય કર્યો હતો. પારનેરા ગામના આગેવાનો અને સ્થાનિક આગ્રણીઓના સાથ સહકાર મેળવી સ્થાનિક યુવકોએ પારનેરા ગામના રામ મંદિરને 5001 દીવડા રાત્રીએ પ્રગટાવી નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. સ્થાનિક લોકોએ પારનેરા ગામ એક હી નારા એક હી નામ જય શ્રી રામ જય શ્રી રામના નાદથી પારનેરા ગામ અને આજુબાજુનો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
તાજા સમાચાર
પગાર ભથ્થા નહીં લઉં! ગુજરાત સરકારના આ મંત્રીએ કરી જાહેરાત, કરોડોમાં છે સંપતિ
February 17, 2024
4:59 pm
56ની છાતી: વિદેશની ધરતી પર અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનને બતાવી હતી લાલ આંખ
February 17, 2024
4:59 pm
ભાજપશાસિત આ રાજ્યમાં પણ હિમાચલવાળી થવાનો ડર, દિગ્ગજ નેતાએ નવી પાર્ટી બનાવી – News18 ગુજરાતી
February 17, 2024
4:59 pm
રાષ્ટ્રીય અધ્યક્ષ વીડિયો જાહેર કર્યો, પાર્ટીનો ઈતિહાસ જણાવ્યો – News18 ગુજરાતી
February 17, 2024
4:59 pm
વલસાડના રામ મંદિરે સ્થાનિક યુવકો અને મહિલાઓએ 5001 દીવડા પ્રગટાવી નવા વર્ષની શરૂઆત કરી





