Explore

Search

February 4, 2026 1:00 pm

IAS Coaching

આપ’ના કાર્યકરોનું સ્નેહમિલન, સંગઠનને મંજબુત બનાવવા હાકલ કરાઈ, નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ‘આપ’નો ઉમેદવારને ઉતારવા તૈયારી શરૂ

દિવાળીના પર્વને ધ્યાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લાના કાર્યકરો સાથે સ્નેહ મિલાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વલસાડના સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકારોનો સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના અધ્યક્ષ સ્થાને કાર્યકારોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત બનાવી આગામી નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફી મતદાન કરાવવા અપીલ કરવામાં આવી હતી.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં યોજાનારી નગર પાલિકાની સામાન્ય ચૂંટણી એકલા હાથે લડવાની તૈયારી કરી રહ્યું છે. દિવાળીના પર્વને લઈને સમગ્ર.રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કક્ષાએ કાર્યકરો સાથે સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવી રહ્યા છે. વલસાડના સર્કિટ હાઉસ ખાતે ડેડીયાપાડાના ધારાસભ્ય, આદિવાસી યુવા નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવના અધ્યક્ષ સ્થાને વલસાડ જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે સ્નેહ મિલન સમારોહ અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ચૈતર વસાવાએ વલસાડ જિલ્લાની 3 નગર પાલિકા સહિત રાજ્યની 100થી વધુ નગર પાલિકાઓમાં.આમ આદમી પાર્ટી તેમનો ઉમેદવાર મેદાનમાં ઉતારશે તેમ જણાવ્યું હતું. વલસાડ જિલ્લામાં ધરમપુર પારડી અને વલસાડ નગર પાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ત્યારે આમ આદમી પરી દ્વારા તેમના ઉમેદવારો નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં જંગી બહુમતી સાથે વિજય થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. કાર્યકરોને નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી તરફ મતદાન કરવાવા જણાવ્યું હતું. સાથે આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારોને સમયસર ઉમેદવારી કરાવવા જણાવ્યું હતું. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મેન્ડેડને લઈને થયેલા વિવાદને લઈને આમ આદમી પાર્ટીને નિરાશા મળી હતી. જે નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતડવા પ્રયત્નો કરવા ચૈતર વસાવા સહિત આગેવાનોએ કાર્યકરોને હાકલ કરી હતી.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot