Explore

Search

February 4, 2026 11:09 am

IAS Coaching

વલસાડના ચાવશાળાના માજી સરપંચની પહેલી પત્નીની દાતરડું ઝીંકી હત્યા, ઘરના ઝઘડાનો લોહિયાળ અંત

બુધવારે 13મી નવેમ્બરે ચાવશાળાના પૂર્વ સરપંચની પ્રથમ પત્નીના દીકરાએ બીજી પત્ની સાથે થયેલી નજીવી બાબતની બોલાચાલીમાં હત્યા કરી છે. આરોપીએ ઉશ્કેરાઈ પોતાના પિતાની બીજી પત્નીને દાતરડાંના ઘા ઝીંકતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. સ્થાનિક અગ્રણીઓએ ઘટનાની જાણ કપરાડા પોલીસને કરી હતી. જેથી કપરાડા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી લાશને PM માટે મોકલાવી પરિવારના સભ્યોને નિવેદન મેળવી આગળની તપાસ હાથ ધરી છે. કપરાડા તાલુકાના ચાવશાળા ગામમાં પૂર્વ સરપંચ તેમની 2 પત્ની અને પરિવાર સાથે રહે છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાવશાળા ગામના પૂર્વ સરપંચ કાસુભાઈ પાલવા તેમની 2 પત્ની સાથે રહે છે. 3 ગાળાના મકાનમાં બંને પત્નીઓ અને બાળકો સાથે કાસુભાઈ પાલવા રહે છે. બુધવારે કાસુભાઈની પહેલી પત્નીના દીકરા ભગુ પાલવા અને કાસુભાઈની બીજી પત્ની સુકારીબેન વચ્ચે સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી. સાવકી માતા સાથે થયેલી બોલાચાલી જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.

ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતાં મામલો શાંત કરવાના પ્રયાસ હાથ ધર્યો હતો. ઉશ્કેરાયેલા ભગુ પાલવાએ 45 વર્ષીય સુકરીબેન પાલવાને દાંતરડાના ઘા ઝીંકી હત્યા કરી હતી. ઘટનાની સ્થાનિક અગ્રણીઓને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક અગ્રણીઓએ ઘટના અંગે કપરાડા પોલીસની ટીમને જાણ કરતાં કપરાડા પોલીસની ટીમે તાત્કાલિક ચાવશાળા ખાતે પહોંચી સુકારીબેનની લાશનો કબ્જો મેળવી લાશનું PM કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના અંગે કપરાડા પોલીસની ટીમે પરિવારજનોના અને સ્થાનિક અગ્રણીઓને નિવેદન નોંધી લાશનું PM કરવાની તજવીજ હાથ ધરી છે. કપરાડા પોલીસ ભગુ પાલવાની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે. કપરાડા પોલીસ મથકના PI સુરાજસિંગ વસાવાના નેતૃત્વમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot