વલસાડના વાઈટ ચર્ચ ખાતે નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 24 ડિસેમ્બરની રાત્રીએ 12 કલાકે ઈશુંના જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વલસાડના વાઈટ ચર્ચ ખાતે ઈશુના જન્મની ઉજવણી નિમિત્તે વાઈટ ચર્ચ ખાતે વિશેષ પ્રાર્થના નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ શહેર અને જિલ્લામાં રહેતા તમામ લોકોની તંદુરસ્તી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે વલસાડ શહેર, જિલ્લા અને રાજ્યમાં રહેતા તમામ લોકોના વૈભવમાં વધારો કરવા માટે રાત્રે.12 કલાકે પ્રાર્થના સભાનું આયોજન કરવા આવ્યું હતું. જેમાં દેશના તમામ લોકોની સુખાકારી માટે બાઇબલનું વાંચન કરવામાં આવ્યું હતું. ઈશુના જન્મ નો પ્રસંગ વર્ણવવામાં આવ્યો હતો. વાઈટ ચર્ચમાં ઉપસ્થિત તમામ લોકોએ ઈશુના જન્મ સમયની વાર્તા સાંભળીને ધન્યતા અનુભવી હતી.
નાતાલ પર્વ આવતા વલસાડ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્ય અને ભારત દેશ અને દુનિયામાં નાતાલ પર્વની ઉજવણીનો અનોખો ઉત્સાહ રહે છે. વલસાડ શહેરના ખ્રિસ્તી સમાજના લોકો છેલ્લા 1 માસથી નાતાલ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવાની તૈયારીમાં જોતરાય હતા. 24 ડિસેમ્બરની રાત્રીએ 12 કલાકે વલસાડના વાઈટ ચર્ચ ખાતે ખ્રિસ્તી સમાજના લોકોએ ઈશુંના જન્મના પ્રસંગની ઉજવણી માટે ખાસ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વાઈટ ચર્ચમાં આવતા તમામ ખ્રિસ્તી સમાજના લોકોએ બાઇબલના પાઠનું વાંચન કર્યું હતી.
ઈશુના જન્મના પ્રસંગને ચર્ચના ફાધર દ્વારા જણાવવામાં આવ્યા હતા. વલસાડ શહેર અને જિલ્લામાં વસતા તમામ લોકોના ઉજ્વળ ભવિષ્ય અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે નાતાલ નિમિત્તે પ્રાર્થના સભામાં ઈશુના જન્મનો પ્રસંગ સાંભળી તમામ લોકોએ ધન્યતા અનુભવી હતી. ઈશુંના જન્મ પ્રસંગને રાત્રે ઉજવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તમામ લોકોએ એક બીજાને નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી હતી. વલસાડ શહેરમાં આવેલા અલગ અલગ ચર્ચમાં ઈશુંના જન્મની ઉજવણી કરવામાં આવી હતી. ઈશુના જન્મની ઉજવણી સમયે આકાશ ફાટકડાઈનો આતશ બાજીઓની ગુંજી ઉઠ્યું હતું.





