Explore

Search

February 4, 2026 12:31 pm

IAS Coaching

લંડન રહેતો પરિવાર વતન આવ્યો ને ઘરમાં ચોરી થઈ, મોટી દમણમાં એક કરોડનું સોનું અને UKના 8 હજાર પાઉન્ડ ચોરાયાં, ઘર સામેના મંદિરમાં પણ દાનપેટી ચોરાઈ.

કેન્દ્રશાસિત પ્રદેશમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં મોટી દમણના ટંડેલ પરિવારના ઘરમાં ત્રાટકેલા ચોરોએ આશરે ₹1 કરોડનું સોનું અને 8,000 યુ.કે. પાઉન્ડની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ઈંગ્લેન્ડ રહેતો પરિવાર વતન મોટી દમણમાં આવ્યો હતો અને તેના ઘરે ચોરી થઈ હતી.

ચોરોએ માત્ર ઘરમાં જ નહીં, પરંતુ ઘરની સામે આવેલા એક મંદિરમાં મૂકેલી દાનપેટી તોડી રોકડ રકમની પણ ચોરી કરી છે. આ ઘટનાએ દમણમાં ભયનો માહોલ સર્જી દીધો છે.

ચોરોએ માત્ર ઘરમાં જ નહીં, પરંતુ ઘરની સામે આવેલા એક મંદિરમાં મૂકેલી દાનપેટી તોડી રોકડ રકમની પણ ચોરી કરી છે. આ ઘટનાએ દમણમાં ભયનો માહોલ સર્જી દીધો છે. દમણ પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ એફ.એસ.એલ. અને ડોગ- સ્ક્વોડની ટીમની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે. ચોરીના આ કેસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot