Explore

Search

February 4, 2026 11:16 am

IAS Coaching

વલસાડમાં થોડા દિવસમાં બીજી વાર ભુવો, જૂની કલેક્ટર કચેરી પાસે ફરી જમીન ધસી, ડ્રેનેજ લીકેજનું કારણ પાલિકાના ઇજનેરોએ આગળ ધર્યું

વલસાડ શહેરમાં જૂની કલેક્ટર કચેરી પાસે મુખ્ય માર્ગ પર ફરી એક વાર ભુવો પડવાની ઘટના સામે આવી છે. આ જ સ્થળે થોડા દિવસ પહેલા પણ ભુવો પડ્યો હતો.

પાલિકાની તપાસમાં સામે આવ્યું કે નજીકમાં આવેલા ડ્રેનેજ ચેમ્બરમાં લીકેજને કારણે આસપાસની જમીન નબળી પડી છે. અગાઉના ભુવા બાદ પાલિકાએ ડ્રેનેજ ચેમ્બર રિપેર કરી લીકેજ દૂર કર્યું હતું અને જમીન પુરાણ કર્યું હતું.

સ્થાનિક લોકોએ ભુવો પડવાની જાણ તરત જ પાલિકાને કરી હતી. અકસ્માત ન સર્જાય તે માટે પાલિકાએ ભુવાની આસપાસ આડાસ મૂકી છે. પાલિકાની ટીમ હવે એક જ સ્થળે બીજી વાર ભુવો પડવા પાછળના કારણની તપાસ કરી રહી છે.

વાહન ચાલકોએ આ ઘટના માટે પાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચેના કૌભાંડને જવાબદાર ગણાવ્યું છે. તેઓએ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પર આક્ષેપો કર્યા છે. પાલિકા તંત્ર ભુવો પડવા પાછળનું ચોક્કસ કારણ શોધવા કાર્યરત છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot