Explore

Search

February 4, 2026 7:38 pm

IAS Coaching

વલસાડ ભાજપમાં મોટો નિર્ણય:હેમંત કંસારા બીજી વખત જિલ્લા પ્રમુખ બન્યા, પાંચ વર્ષમાં તમામ ચૂંટણીઓમાં મેળવી જીત

વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે હેમંત કંસારાને બીજી વખત નિયુક્ત કરવામાં આવ્યા છે. આજે વલસાડમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં પ્રદેશના નેતા જશવંતસિંહ ભાભોર, વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

 

હેમંત કંસારાના પ્રથમ કાર્યકાળમાં ભાજપે નોંધપાત્ર સફળતા મેળવી છે. તેમના નેતૃત્વ હેઠળ પાર્ટીએ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં જંગી બહુમતી મેળવી હતી. આ સફળતાને ધ્યાનમાં રાખીને ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે તેમને બીજી ટર્મ માટે મંજૂરી આપી છે.

કંસારાની નિમણૂક બાદ તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમણે પાર્ટી અને જિલ્લા ભાજપના અગ્રણીઓનો આભાર માન્યો હતો. સાથે જ બીજા કાર્યકાળમાં વલસાડ જિલ્લામાં ભાજપને નવી ઊંચાઈએ લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને ભાજપના કાર્યકરોએ પણ હેમંત કંસારાના નામ પર સર્વસંમતિ દર્શાવી હતી.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot