Explore

Search

February 4, 2026 7:32 pm

IAS Coaching

સરપ્રાઇઝ વાહન ચેકિંગનુ આયોજન કરતી વલસાડ જીલ્લા પોલીસ

વલસાડ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તથા વલસાડ જીલ્લામાં અસામાજીક તત્વો ઉપર અંકુશ રહે જે અન્વયે, સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ (IPS) નાઓની સુચના અને વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.કરનરાજ વાઘેલા સાહેબ(IPS) નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં તા. ૧૭/૦૩/૨૦૨૫ ના કલાક ૨૨/૦૦ થી તા. ૧૮/૦૩/૨૦૨૫ ના કલાક ૦૦/૩૦ સુધી સરપ્રાઇઝ વાહન ચેકીંગનું આયોજન કરવામાં આવેલ હતુ.

સદર વાહન ચેકીંગમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી વલસાડ વિભાગ, વલસાડ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વાપી વિભાગ, વાપી નાઓ જાતેથી ફીલ્ડમાં હાજર રહી તેમની અધ્યક્ષતામા ડીવીઝન વાઇઝ દરેક પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રી જાતેથી તેમજ તાબાના પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જી.આર.ડી નો વધુમાં વધુ કર્મચારીઓ મારફતે ચુસ્ત અને સઘન વાહન ચેકીંગ કરી વાહન ચેકીંગ દરમ્યાન પો.સ્ટે.ના જુદા જુદા પોઇન્ટો ઉપર થાણા અધિકારીશ્રીઓ તથા તાબાના પોલીસ કર્મચારીઓ મારફતે અસરકારક વાહન ચેકીંગ કરી M.V.Act. ૨૦૭ મુજબના પર વાહનો ડીટેઇન કરવામાં આવેલ, M.V.Act. ૧૮૫ મુજબના (ડંક એન્ડ ડ્રાઇવ) ના કુલ ૨૪ કેસો કરવામાં આવેલ હતા. તથા ડાર્ક ફીલ્મ (કાળા કાચ) વાળા કુલ ૦૬ જેટલા વાહનોના કાચ ઉપરથી ડાર્ક ફીલ્મ કાઢવામાં આવેલ છે

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “સરપ્રાઇઝ વાહન ચેકિંગનુ આયોજન કરતી વલસાડ જીલ્લા પોલીસ”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot