શ્રી વિકાસ સહાય સાહેબ, પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુ.રા.ગાંધીનગર ધ્વારા સમગ્ર ગુજરાત રાજયમાં શરીર સબંધી ગુના, મિલકત સબંધી ગુના તથા એન.ડી.પી.એસ.ના ગુના કરનાર વ્યકતિઓની ઓળખ કરી, દરેક ને એક યુનીક આઇ.ડી. આપવામાં આવેલ છે અને દરેક ઓફેન્ડર ઉપર તેના મેન્ટોર તરીકે એક પોલીસ કર્મચારીની નિમણૂક કરવામાં આવેલ છે. જે પોલીસ કર્મચારીએ તે ઓફેન્ડરની સંપુર્ણ ગતિવિધી ઉપર વોચ રાખી ફરીથી ગુનો ન કરે કે કોઇ ગુનો કરવાની તૈયારી ન કરે તેની તકેદારી રાખવાની હોય છે.

આ પ્રોજેકટ હેઠળ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા સાહેબ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.કે.વર્મા સાહેબ વલસાડ વિભાગ, વલસાડ દ્વારા આવા વ્યકિઓ ઉપર અસરકારક વોચ રહે તે હેતુ થી સમયાંતરે મીટીંગો નુ આયોજન કરી મેન્ટોર પોલીસ કર્મચારીને સેન્સટાઇઝ કરવામાં આવેલ હતા. કેટલા ઓફેન્ડરો નજર હેઠળ છે? કેટલા ઓફેન્ડરો નજર બહાર છે? તેની સમયાંતરે ચકાસણી કરી ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલ. જે ઓફેન્ડરો નજર બહાર છે તેવા વ્યકતિઓ ખરેખર કયા છે? શુ પ્રવૃતી કરે છે? તે શોધી કાઢવા માટે જરુરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.
રાજા રમેશ રાજભર રહે. વલસાડ મોગરાવાડી ઋષીકેશ એપાર્ટમેન્ટ રૂમ નંબર૪૦૮ હીરાફેકટ્રીની સામે તા.જી વલસાડ કે જે મિલકત સબંધી ગુના આચરવાની ટેવ વાળો હોય અને લાંબા સમયથી નજર બહાર હોય, જેથી તેના સબંધે હયુમન સોર્સીસથી તથા ટેકનિકલ સોર્સીસ થી માહિતી મેળવવાનુ કામ ચાલુ હતુ આ દરમ્યાન પ્રોપર્ટી ઓફેન્ડર રાજા રમેશ રાજભર રહે. વલસાડ મોગરાવાડી ઋષીકેશ એપાર્ટમેન્ટ રૂમ નંબર૪૦૮ હીરાફેકટ્રીની સામે તા.જી વલસાડ વાળો વલસાડ સીટી પો-સ્ટે વિસ્તારમાં અન્ય એક વ્યકતિ સાથે જોવા મળેલ હોવાની ચોકકસ માહિતી આ પ્રોપર્ટી ઓફેન્ડર ઉપર મેન્ટોર તરીકે રાખેલ અ.પો.કો ચેતન રમેશભાઈ બ.નં.૭૮૦ ને મળેલ હતી.
આ પ્રોપર્ટી ઓફેન્ડર લાંબા સમયથી નજર બહાર હોવાના કારણે પોલીસ ઇન્સપેક્ટરશ્રી ડી.ડી.પરમાર ના માર્ગદર્શન હેઠળ વલસાડ સીટી પો.સ્ટે.ના સર્વેલન્સના પો.સ.ઈ.શ્રી ડી.એસ.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો ધ્વારા પ્રોપર્ટી ઓફેન્ડર રાજા રમેશ રાજભરને લોકેટ કરી ચેક કરતા તેની સાથે અન્ય એક વ્યકતિ તેમજ બાળકિશોરી મળી આવેલ, જે બાળકિશોરી બાબતે ઉંડાણપુર્વક તપાસ કરતા સુંદર બાળકિશોરીનું કશયા પોલીસ સ્ટેશન, જીલ્લા કુશીનગર (ઉત્તરપ્રદેશ) હદ વિસ્તારમાંથી અપહરણ થયેલ હોવાની હકીકત જાણવા મળેલ અને આ બન્ને આરોપીઓ તેનુ અપહરણ કરી અહી લાવેલ હોવાની હકીકત જાણવા મળેલ. જે આધારે જે તે પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરવામાં આવેલ છે. ભોગ બનનાર બાળકિશોરીની મેડીકલ સારવાર કરાવી તેને બાળ સંરક્ષણ ગૃહ, ખાતે મોકલી આપવામાં આવેલ છે.
સદર કામગીરી વલસાડ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટરશ્રી ડી.ડી.પરમાર, પોલીસ સબ ઇન્સપેકટર ડી.એસ.પટેલ, અ.હે.કો. વંદનાબેન સનતભાઈ બ.નં.૭૪૦, અ.પો.કો. ચેતનભાઈ રમેશભાઈ બ.નં.૭૮૦, અ.પો.કો. પ્રવીણભાઈ લાલજીભાઇ બ.નં.૩૭૭, અ.પો.કો. ભાવેશભાઈ અણદાભાઇ બ.નં.૬૫૬, અ.પો.કો. ભરતભાઈ સુખદેવભાઇ બ.નં.૧૧૬૦, અ.પો..કો. મંગુભાઇ બચુભાઇ બ.નં.૩૭૬ એ ટીમવર્કથી કરેલ છે






1 thought on “મેન્ટોર પ્રોજેકટ હેઠળ વોચ દરમ્યાન કૃશીનગર, ઉત્તરપ્રદેશ રાજયથી અપહરણ થયેલ અપહ્યત બાળકિશોરીને મુકત કરાવી અપહરણ કરનાર પ્રોપર્ટી ઓફેન્ડર સહીત બે ઇસમોને ઝડપી પાડતી વલસાડ સીટી પોલીસ””
Spending some time on 76kbet, and it’s growing on me. Nothing fancy, but gets the job done! See what you think: 76kbet