Explore

Search

February 4, 2026 7:38 pm

IAS Coaching

વલસાડ રૂરલ પો.સ્ટે.ના મારામારીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને મુંબઇ, મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડતી વલસાડ એસ.ઓ.જી.

પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ સુરત વિભાગ, સુરત નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, મે.ડૉ.કરનરાજ વાઘેલા સાહેબ નાઓએ વલસાડ જિલ્લાના ગેઝેટવાળા નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડવા અંગે સુચના આપેલ જે અન્વયે પો.ઇન્સ.શ્રી, એ.યુ.રોઝ એસ.ઓ.જી.વલસાડ નાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પોલીસ કર્મચારીઓ નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડવા અલગ-અલગ દિશાઓમાં પ્રયત્નશીલ હતા.

દરમ્યાન એ.એસ.આઇ સયદભાઇ બાબનભાઈ તથા અ.હે.કો મોહંમદસફી સુલેમાનભાઇ નાઓને મળેલ બાતમી હકિકત આધારે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૦૦૧૧૨૩૦૭૬૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી અન્સાર અહમદ ઉર્ફે સોનુ મોહમદ ઇબરાર ઉર્ફે ભુઆલ ખાન ઉ.વ.૩૨, હાલ.રહે.વડાલા, સંગમનગર, પોલીસ ચોકી નજીક, તા.વડાલા, જી.મુંબઇ, મહારાષ્ટ્ર મુળ રહે.લક્ષ્મણપુર, થાના કાન્ધાઇ હનુમાનગંજ, તા.પટ્ટી, જી.પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આમ, વલસાડ રૂરલ પો.સ્ટે.ના મારામારીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને મુંબઇ, મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડવામાં એસ.ઓ.જી. વલસાડને મહત્વની સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપીની વિગત:-

અન્સાર અહમદ ઉર્ફે સોનુ મોહમદ ઇબરાર ઉર્ફે ભુઆલ ખાન,હાલ રહે.વડાલા, સંગમનગર, પોલીસ ચોકી નજીક, તા.વડાલા, જી.મુંબઇ, મહારાષ્ટ્ર મુળ રહે.લક્ષ્મણપુર, થાના.કાન્ધાઇ હનુમાનગંજ, તા.પટ્ટી, જી.પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ

સદર કામગીરી પો.ઇન્સ.શ્રી એ.યુ.રોઝ એસ.ઓ.જી. તથા એ.એસ.આઇ સયદભાઇ બાબનભાઇ તથા અ.હે.કો દિપકસિંહ બાપુસિંહ તથા અ.હે.કો હસમુખભાઇ ગીગાભાઇ તથા અ.હે.કો મોહંમદસફી સુલેમાનભાઈ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “વલસાડ રૂરલ પો.સ્ટે.ના મારામારીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને મુંબઇ, મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડતી વલસાડ એસ.ઓ.જી.”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot