Explore

Search

February 4, 2026 7:37 pm

IAS Coaching

અવાર નવાર ગુનાઓ કરવાની ટેવવાળા અસામાજીક અને ગુંડા તત્વો વિરુધ્ધ પાસા અટકાયતીની કાર્યવાહી કરતી. સલાબતપુરા પોલીસ ટીમ

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી નાઓની કચેરી ગાંધીનગર તરફથી મળેલ નિર્દેશ આધારે પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌત સાહેબ તથા ખાસ પોલીસ કમિશ્નર શ્રી વાબાંગ જામીર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ શ્રી ભગીરથ ગઢવી સાહેબ અને નાયબ પોલીસ કમિશ્નર *સી” ડીવીઝન શ્રી ચિરાગ પટેલ સાહેબ નાઓના સુપરવીઝન હેઠળ શરીર સબંધી, મિલ્કત સબંધી, પ્રોહીબીશન તથા જુગાર સબંધી ગેરકાયદેશર પ્રવૃતી આચરનારા ઇસમો તથા વારંવાર ગુનો કરવાની ટેવ વાળા અસામાજીક અને ગુંડા તત્વોને ગુન્હાઓ કરતા અટકાવવા અને ગુન્હાઓ ઉપર અંકુશ લાવવા સારૂ પાસા દરખાસ્ત કરવા સારૂ સુચના આપવામાં આવેલ હતી.

જે આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી.કે.ડી.જાડેજા તથા સેકન્ડ પો.ઈન્સ.શ્રી.એસ.એ.શાહ નાઓ દ્વારા ૦૨ અસામાજીક અને ગુંડા તત્વો વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મે.પોલીસ કમિશ્નર સા.શ્રી ની કચેરી તરફ મોકલી આપતા મે.પોલીસ કમિશ્નર સા.શ્રી દ્વારા ૦૨ ઇસમોના પાસા હુકમ મંજુર કરતા ગુજરાત રાજ્યની સાબરમતી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે અટકાયતમાં મોકલી આપેલ છે.

(૧) કરીમખાન ઉર્ફે કરીમ ચીના S/o રહીમખાન પઠાણ ઉ.વ.૩૦ રહે-ઘર.નં-૧૫૦, અકબર સહીદનો ટેકરો, રૂસ્તમપુરા સલાબતપુરા સુરત શહેર.

(૨) બાલકૃષ્ણ ઉર્ફે જમરૂખ S/૦ વિનોદભાઇ પારદે ઉ.વ.૨૨ રહે-ઘર.નં-૧૦૫, રેલ રાહત કોલોની માનદરવાજા સલાબતપુરા સુરત શહેર.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “અવાર નવાર ગુનાઓ કરવાની ટેવવાળા અસામાજીક અને ગુંડા તત્વો વિરુધ્ધ પાસા અટકાયતીની કાર્યવાહી કરતી. સલાબતપુરા પોલીસ ટીમ”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot