પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા સાહેબ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.કે.વર્મા સાહેબ વલસાડ વિભાગ, વલસાડ દ્વાર મિલકત સંબધી વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડવા અંગે તમામ પ્રકારના પ્રયત્નો કરવા સુચના આપેલ હોય, તેમજ તેઓના ધ્વારા આરોપીઓને શોધી કાઢવા માટે ચોકકસ દીશામાં પ્રયત્નો થાય તે માટે રેન્જ/જીલ્લાના તમામ અધિકારીશ્રીઓને અવગત કરવામાં આવેલ હોય,

જે અનુસંધાને ગઈ કાલ તારીખ ૨૨/૦૩/૨૦૨૫ ના રોજ પૂર્વ-પશ્ચિમ એપાર્ટમેન્ટ એમ.જી.રોડ તા.જી.વલસાડ ખાતે એક ત્રણ વર્ષની બાળકી રસ્તા પર રમી રહેલ હતી એ દરમ્યાન એક અજાણ્યો ઇસમ બાળકીના કાનમાંથી સોનાની બુટ્ટી લઈ જઈ બાળકીને ઇજા પહોચાડી નાસી ગયેલ હોય જેથી ફરીયાદીએ વલસાડ સીટી પોલીસનો સંપર્ક કરતા પોલીસ ઇન્સપેક્ટરશ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ સીટી પો.સ્ટે.ના સર્વેલન્સના પો.સ.ઈ.શ્રી ડી.એસ.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમ બનાવી બનાવવાળી જગ્યાને સાંકળતા સીસીટીવી કેમેરા જોઇ ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ચોક્કસ વ્યક્તીને આઈડેટીફાઈ કરી આરોપીને લુંટમા ગયેલ મુદ્દામાલ સોનાની બુટ્ટી સાથે ગણતરીના કલાકમા પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે
પકડાયેલ આરોપી:- (૧) નિલેશ રાજકુમાર સિંગ, ઉ.વ-૨૯, રહે રૂમ નંબર ૪-એ, જુના તેજવાની ચાલ, બહેરામ બાગ રોડ, સમ્પાઈન નગર ધ્યાનસાગર સ્કુલ પાસે, જોગેશ્વરી વેસ્ટ,મુંબઈ (મહારાષ્ટ્ર)
કબ્જે કરેલ મુદ્દામાલ (૧) સોનાની બુટ્ટી ૩000/
(૨) મોબાઈલ ફોન ૫૦૦૦/-(૩) એક સફેદ રંગનો રૂમાલ
સદર કામગીરી વલસાડ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટરશ્રી ડી.ડી.પરમાર, PSI ડી.એસ.પટેલ, ASI ઇશ્વરભાઈ, ASI સુનીલભાઈ, HC સહદેવસિંહ, PC મહેંદ્રસિંહ, PC મંગુભાઈ, PC નરેંદ્રસિંહ, .PC પ્રવીણભાઈ, PC ભરતભાઈ, PC જયદીપસિંહ, PC દીવાનજી, HG પાર્થ, તથા HG ભાવેશનાઓએ ટીમ વર્કથી કરેલ છે.






1 thought on “વલસાડ શહેર માં બનેલ લુંટના ગુનાનો ભેદ ઉકેલી ગણતરીના કલાકોમા આરોપી ને ઝડપી મુદ્દામાલ રીકવર કરતી વલસાડ સીટી પોલીસ””
Yo, TBJILI is my go-to spot! Always got the newest games and the bonuses are legit. Been cashing out pretty regularly, no cap. Check it out tbjili, you might get lucky too!