Explore

Search

February 4, 2026 11:12 am

IAS Coaching

૧૮ વર્ષથી લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપીઓને ભરુચ ખાતેથી ઝડપી પાડતી નવસારી લોકલ ક્રાઈમબ્રાંચ

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ૧૮ વર્ષથી લૂંટના ગુનામાં વોન્ટેડ મધ્યપ્રદેશ જાંબુવાની કુખ્યાત મેડા ગેંગના આરોપીઓને ભરુચ ખાતેથી ઝડપી પાડતી નવસારી લોકલ ક્રાઈમબ્રાંચ.

સુરત મહાનિરીક્ષક પ્રેમવિર સિંગ તથા નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્ધારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઈવનુ આયોજન કરી તે દીશામાં અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવી જે સુચનાના અનુસંધાને અસરકારક કામગીરી કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર વી.જે.જાડેજા દ્રારા લૂંટ-ધાડ ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ વર્ક આઉટમાં હતા તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.રાઠોડ તેમજ આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુનિલસિંહ દેવીસિંહ, પોલીસ કોન્સ્ટેબલ સંદિપભાઈ પીઠાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુન પ્રભાકરભાઈએ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસીસ દ્વારા ચીખલી પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં છેલ્લા 18 વર્ષથી વોન્ટેડ આરોપી દીનુ સેતાંનસીંગ મેડા અને બદીયા નીનામાં ભરુચ હાઈ-વે ખાતે હોવાની બાતમી હકિકત મળતા ભરુચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ.તુવર તેમજ તગદીરસિંહ બલવંતસિંહ પરમાર અને વિજયભાઈ ધનાભાઈ આહીર સાથે જોઈન્ટ ઓપરેશન કરી ભરુચ ભોલાવ ખાતેથી આરોપી દીનુભાઈ સેતાનભાઈ મેડા તથા બદીયાભાઈ કાળાભાઈ નીનામા બન્ને આરોપી ઓનું મુળ વતન મધ્યપ્રદેશ હોય જેમને ભરૂચ થી ઝડપી પાડયા હતા આરોપીઓને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વર્ષ ૨૦૦૭ માં આરોપીઓએ સાથે મળીને ચીખલી હાઈ-વે પર આવેલ ક્વોરી ખાતે સહ-આરોપીઓ સાથે મળી રાત્રીના સમયે રોકડ રકમની લૂંટ કરી હતી ત્યારબાદ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા હતા તેમજ તે સમયગાળામા ભરુચ અંકલેશ્વર ખાતે પણ લૂંટ કરવામાં આવી હતી વઘુ તપાસ અર્થે આરોપી ઓને ચીખલી પોલીસને સોંપવામા આવ્યા હતા.

 આરોપીઓ વિરૂધ્ધ નામદાર કોર્ટમાંથી CRPC કલમ ૭૦ મુજબના વોરંટ મેળવી નાસતા-ફરતા આરોપીઓ તરીકે ગેઝેટમાં પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું 

રિપોર્ટર મહંમદ નૌસારકા, નવસારી 
Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “૧૮ વર્ષથી લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપીઓને ભરુચ ખાતેથી ઝડપી પાડતી નવસારી લોકલ ક્રાઈમબ્રાંચ”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot