Explore

Search

February 4, 2026 4:45 pm

IAS Coaching

વલસાડ નેચર ક્લબના 7 સભ્યોએ 14,100 ફૂટ ઊંચા ભૃગુ લેક પર લહેરાવ્યો તિરંગો

વલસાડ નેચર ક્લબના સાહસિકોએ હિમાચલ પ્રદેશમાં એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે. ક્લબના સભ્યોએ દરિયાઈ સપાટીથી 14,100 ફૂટની ઊંચાઈએ આવેલા ભૃગુ લેક સુધી સફળ આરોહણ કર્યું છે. 14 મેના રોજ ટીમે ત્યાં રાષ્ટ્રધ્વજ અને નેચર ક્લબનો ધ્વજ ફરકાવ્યો હતો.

પ્રકૃતિ શિક્ષણ અને સાહસિક પ્રવૃત્તિઓના અનુભવી પ્રિતેશ પટેલના નેતૃત્વમાં કુલ સાત સભ્યોની ટીમે આ સિદ્ધિ મેળવી હતી. ટીમમાં વલસાડથી પ્રિતેશ પટેલ (42), વંશ પટેલ (15), સમર્થ ભટ્ટ (15), સુરતથી જૈવલ પટેલ (13), વીર ભાટિયા (13) અને રાજસ્થાનથી અવનિશ તિવારી (39)નો સમાવેશ થતો હતો.

આરોહણ દરમિયાન ટીમે અનેક પડકારોનો સામનો કર્યો. ઓછું ઑક્સિજન, બરફીલા માર્ગ અને લાંબી ચઢાઈએ આ અભિયાનને વધુ મુશ્કેલ બનાવ્યું હતું. પાંચ કલાક સુધી બરફ પર સતત ચાલ્યા બાદ ટીમ લક્ષ્ય સુધી પહોંચી હતી. ટ્રેક એન્ડ રાઇડ ઇન્ડિયા અને નેચર ક્લબ વલસાડના સંયુક્ત આયોજનમાં કુલ 17 સભ્યોએ આરોહણ શરૂ કર્યું હતું. તેમાંથી સાત સભ્યો અંતિમ લક્ષ્ય સુધી પહોંચ્યા. બાકીના સભ્યો 10,000 ફૂટની ઊંચાઈએથી પરત ફર્યા હતા.

13 વર્ષના જૈવલ પટેલ અને વીર ભાટિયાએ વર્ષ 2023માં સૌથી નાની ઉંમરે ભૃગુ લેક સર કરવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. વિશેષ રીતે, 6 વર્ષના માથવ પટેલે 11,000 ફૂટ ઊંચા બકરતાછ સુધીનું ટ્રેકિંગ કરી સૌને પ્રેરણા આપી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “વલસાડ નેચર ક્લબના 7 સભ્યોએ 14,100 ફૂટ ઊંચા ભૃગુ લેક પર લહેરાવ્યો તિરંગો”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot