Explore

Search

February 4, 2026 4:22 pm

IAS Coaching

વાપીમાં કોરોનાનો કેસ:75 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ, શ્રદ્ધા હોસ્પિટલમાં સારવાર હેઠળ

વાપીની શ્રદ્ધા હોસ્પિટલમાં 75 વર્ષના વૃદ્ધ દર્દીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. દર્દી દેસાઈવાડ, વાપીના રહેવાસી છે. તેઓ તાજેતરમાં વિરમગામ-શંખેશ્વર વિસ્તારની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ તબિયત બગડતા તેમને વાપીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દર્દીનો કોવિડ-19 નમૂનો સુરતની સ્ટર્નિંગ એક્યુરસી લેબમાં મોકલવામાં આવ્યો હતો. લેબમાંથી પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લીધા છે. વિભાગે વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કર્યો છે. ઘરે ઘરે સર્વેલન્સ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

આરોગ્ય વિભાગ દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ કરી રહ્યું છે. સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇનમાં મૂકવાની કાર્યવાહી ચાલી રહી છે. હાલ દર્દીની તબિયત સ્થિર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “વાપીમાં કોરોનાનો કેસ:75 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ, શ્રદ્ધા હોસ્પિટલમાં સારવાર હેઠળ”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot