માનનીય પોલીસ મહા નિરક્ષક શ્રી પ્રેમ વીરસિંહ સુરત વિભાગના માર્ગદર્શન હેઠળ અને વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા તથા વાપી ડીઆઇએસપી શ્રી બી.એન દવેની સૂચનાઓ મુજબ વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નસીલા પદાર્થો વેચતા અને સેવન કરતાં સામે કડક પગલા લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ અવનીએ ઉમરગામ પોલીસ સ્ટેશનની ટીમ સંજાન રેલવે સ્ટેશન રોડ પર વાહન ચેકિંગ કરી રહી હતી આ દરમિયાન એક ઓટો રીક્ષા નંબર GJ15AW5708 ની તપાસ કરતા તેમાં ગેરકાયદેસર રીતે 1.058 kg ગાંજો અંદાજિત કિંમત રૂ. 10.580/.મળી આવ્યો.

આ રીક્ષા મોહમ્મદ શફી ઇમરાન શેખ (ઉમર 58 )રહે સંજાન બંદર અરમાની અપાર્ટમેન્ટ તા. ઉંમરગામ જિ. વલસાડ નામના વૈકિતની માલિકીમાહતી. પોલીસે આરોપી સામે NDPS Act, 1985ની કલમ 8 (સી) 20 (બી)(¡¡)(B), અને 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કબજે કરાયેલ મુદ્દામાલ: 1.580 કિ. ગા. ગાંજો (કિંમત રૂ. 10,580/-) એક નાનો ઈલેક્ટ્રીક કાંટો (રૂ. 100/-) બજાજ ઓટો રીક્ષા નં.GJ15 AW.5708 (રૂ.80,000/-).

કાર્યવાહીમાં જોડાયેલા અધિકારીઓ/. કર્મચારીઓ:PI શ્રી એસ.ડી. ચૌધરીના નેતૃત્વ હેઠળ પો.સ.ઈ. એન.સી. સગર, પો.કો. ભૂપત ભાઈ સાગરદાસ, મહેન્દ્ર ભાઈ પિન્ટુભાઈ, સંજયસિંહ, મળીને કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી.
રિપોર્ટર જૈનુંદ્દીન સૈયદ વલસાડ
24×7 ગુજરાતી ન્યૂઝ ચેનલ સૌથી ઝડપી, સૌથી સચોટ, જન જનની પહેલી પસંદ કેમ કે અમે છીએ ‘તમારી સાથે તમારી માટે’
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી સાથે, સૌથી પેહલા આપના વિસ્તારના ન્યૂઝ જોવા માટે આમારી ચેનલને Subscribe કરો.






1 thought on “ઉમરગાવ પોલીસ દ્વારા ગાંજાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો.”
Okay, so I checked out vvvwin130. It’s pretty similar sites like others. It appears safe. Just putting this on the record, in case it’s helpful for others! 👍