વલસાડમાં ઇદગાહમાં સવારે 7 વાગ્યે ઇદુલઅ દહાની નમાઝ થશે

વલસાડમાં 7 જૂન 2025ના રોજ શનિવારે બકરી ઇદ (ઇદુલ અદહા) ની નમાઝ અંગે શહેર ઈદગાહ કમિટિની બેઠક ઉમરફળિયા ખાતે પ્રમુખ સદરુદ્દીન કાઝીના અધ્યક્ષસ્થાને મળી હતી. રોશનઅલી દરગાહ સામે ઈદગાહ ખાતે સવારે 7 વાગ્યે ઈદુલ અદહાની નમાઝ પહેલા મુફતી સાહેબ જનાબ જુનૈદ જરીવાલા બયાન રજૂ કરશે અને હાફીઝ સદ્દામ કાઝી નમાજ અદા કરાવશે. વરસાદી વાતાવરણ હશે તો જે તે વિસ્તારની મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવાની રહેશે. આ બેઠકમાં કમિટિના સભ્યો ઈમ્તિયાઝ કાઝી, પૂર્વ કાઉન્સિલર ઝાકીર પઠાણ, યાસીર લોરગત, લતીફક્ભાઈ શેખ ગ્રીનપાર્ક,, મોહસીન તાઈ, મૌલાના ઈસ્હાક, શેખર ગણદેવિયા, અને શકિલ સૈયદ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.








1 thought on “”
Looking for the pro version of 88vin? This site seems to have it. Gonna give it a try! 88vinpro, here I come!