Explore

Search

February 4, 2026 3:10 pm

IAS Coaching

SP દ્વારા પ્રશંસનીય કામગીરી, પારડી હાઇવે જામ થતા SPએ ખુદ હાથ ધર્યું ટ્રાફિક કંટ્રોલ.

પારડી હાઇવે પર આવેલા વલસાડી ઝાપાના બ્રિજ પાસે રવિવારે વાપી તરફ જતી એક ટ્રક હાઇવે પર પડેલા ખાડાને કારણે ખોટકાઈ ગઈ હતી, જેના પરિણામે છેક પારડી ફાઉન્ટેન હોટલ સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ સંજોગોમાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરનરાજ વાઘેલા ત્યાંથી પસાર થતા હતા.

ટ્રાફિક જામની સ્થિતિ જોતાં તેઓ તાત્કાલિક વાહનમાંથી ઉતરી પડ્યા અને સ્વયં રોડ પર આવીને ટ્રાફિક નિયંત્રણનું કામ કર્યું હતું. તેમના હસ્તક્ષેપથી થોડી જ મિનિટોમાં ટ્રાફિક જામ હળવો થવા લાગ્યો હતો. એસપી વાઘેલાએ આ તબક્કે સાબિત કર્યું છે કે સેવા, સુરક્ષા અને શાંતિના સ્લોગનને તેમણે પ્રત્યક્ષ રીતે સાર્થક બનાવ્યો છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “SP દ્વારા પ્રશંસનીય કામગીરી, પારડી હાઇવે જામ થતા SPએ ખુદ હાથ ધર્યું ટ્રાફિક કંટ્રોલ.”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot