
ધરમપુર તાલુકામાંથી પસાર થતાં તાન-માન-પાર અને કોલક નદી ઉપર આવેલાં બ્રિજ ઘણાં વર્ષોથી જર્જરિત હાલતમાં છે. જ્યારે રોડની હાલત બદતર થતાં નાનાં મોટા અકસ્માતો થઈ રહ્યા છે, જેમાં નિર્દોષ નાગરિકોનો જીવ ગુમાવાનો વારો આવતાં શુક્રવારે પ્રિમોન્સૂન કામગીરી જવાબદારીપૂર્વક ન કરાતાં તાલુકા યૂથ કોંગ્રેસ દ્વારા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલની આગેવાનીમાં મામલતદાર કચેરી ખાતે રેલી આકારે પહોંચી નાયબ કલેક્ટરને ઉદ્દેશીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે, માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ જાણતા હોવા છતાં આ બાબતે કોઈપણ જાતની કામગીરી સંતોષકારક રીતે કરતા નથી. ઘણા માર્ગનું પહેલાં વરસાદમાં જ ધોવાણ થઈ જાય છે અને વધુ વરસાદ પડતો હોવાનો હવાલો આપી ધરમપુર-વાંસદા રોડ ઉપર કરંજવેરી સ્થિત માન નદીનો પુલ ખૂબ જ જર્જરિત છે. જ્યાં હાલમાં મોટું બોકારું પડી ગયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સરકારના નેતાઓ ખાલી મોટી મોટી વાતો કરી પ્રજાને ઉલ્લુ બનાવવાનું કામ કરી રહ્યા હોવાનો પણ આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે. ધરમપુરના રોડ રસ્તા તથા પુલની હાલત બાબતે તાત્કાલિક ધોરણે કોઈ પગલા ન ભરવામાં ન આવશે, તો ધરમપુર યૂથ કોંગ્રેસ દ્વારા પુલ રોકો આંદોલન કરવાની ચીમકી આપી હતી.
તાજા સમાચાર
પગાર ભથ્થા નહીં લઉં! ગુજરાત સરકારના આ મંત્રીએ કરી જાહેરાત, કરોડોમાં છે સંપતિ
February 17, 2024
4:59 pm
56ની છાતી: વિદેશની ધરતી પર અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનને બતાવી હતી લાલ આંખ
February 17, 2024
4:59 pm
ભાજપશાસિત આ રાજ્યમાં પણ હિમાચલવાળી થવાનો ડર, દિગ્ગજ નેતાએ નવી પાર્ટી બનાવી – News18 ગુજરાતી
February 17, 2024
4:59 pm
રાષ્ટ્રીય અધ્યક્ષ વીડિયો જાહેર કર્યો, પાર્ટીનો ઈતિહાસ જણાવ્યો – News18 ગુજરાતી
February 17, 2024
4:59 pm
યૂથ કોંગ્રેસ દ્વારા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલની આગેવાનીમાં મામલતદાર કચેરી ખાતે રેલી આકારે પહોંચી નાયબ કલેક્ટરને ઉદ્દેશીને આવેદનપત્ર સુપરત કર્યું હતું






1 thought on “યૂથ કોંગ્રેસ દ્વારા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલની આગેવાનીમાં મામલતદાર કચેરી ખાતે રેલી આકારે પહોંચી નાયબ કલેક્ટરને ઉદ્દેશીને આવેદનપત્ર સુપરત કર્યું હતું”
Jillibet, huh? Never heard of it before. Always be careful and do some research before putting too much money on an unfamiliar site. Here’s the link to checkout: jillibet