Explore

Search

February 4, 2026 1:07 pm

IAS Coaching

ધરમપુર રેન્જમાં વન વિભાગની કાર્યવાહી:ગેરકાયદે ખેરના લાકડા સાથે બે વાહન જપ્ત, ચાલકો ફરાર

ધરમપુર રેન્જમાં વન વિભાગે ગેરકાયદે ખેરના લાકડાની હેરાફેરી કરતા બે વાહનો પકડી પાડ્યા છે. વન વિભાગના સ્ટાફને ખાનગી બાતમી મળી હતી. તે આધારે આંબા રાઉન્ડ, ખટાણા બીટના નાનીઢોલડુંગરી ગામે પેટ્રોલિંગ દરમિયાન વોચ ગોઠવવામાં આવી હતી.

વન વિભાગના સ્ટાફે એક શંકાસ્પદ વાહનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ડ્રાઈવર વાહન મૂકીને ભાગી ગયો હતો. વાહનની તપાસ કરતા તેમાંથી વિના પરવાનગીએ ખેરના ટુકડાઓ મળી આવ્યા હતા. પાઈલોટિંગ કરતી સ્વિફ્ટ કારનો ચાલક પણ વન વિભાગના સ્ટાફને જોઈને કાર મૂકી ફરાર થઈ ગયો હતો.

વન વિભાગે બંને વાહનો અને મુદ્દામાલ જપ્ત કરી માલનપાડા ડેપો ખાતે લઈ ગયા છે. મોજણી મુજબ 54 ઘન મીટર (1.807) ખેરના ટુકડાઓ મળ્યા છે. જેની કિંમત અંદાજે રૂ. 70,000 છે. પિકઅપની કિંમત રૂ. 3,50,000 અને સ્વિફ્ટ કારની કિંમત રૂ. 4,50,000 મળી કુલ રૂ. 8,70,000નો om મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વન વિભાગે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “ધરમપુર રેન્જમાં વન વિભાગની કાર્યવાહી:ગેરકાયદે ખેરના લાકડા સાથે બે વાહન જપ્ત, ચાલકો ફરાર”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot