Explore

Search

February 4, 2026 12:54 pm

IAS Coaching

વાપીના રામનગરમાં યુવક પર જીવલેણ હુમલો:નજીવી બાબતે 4 યુવકોએ મિત્રને માર્યો, એક આરોપીની ધરપકડ; ઈજાગ્રસ્તને સુરત રિફર કરાયો

વાપી તાલુકાના ડુંગરા પોલીસ મથક વિસ્તારના રામનગર અને જીઆઈડીસી વિસ્તારમાં રહેતા મિત્રો વચ્ચે નજીવી બાબતે થયેલો ઝઘડો હિંસક બન્યો છે. બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા ચાર યુવકોએ ગોલું શર્મા નામના યુવક પર હુમલો કર્યો હતો.

આરોપીઓએ ગોલું શર્માને જાહેરમાં માર મારીને લોહીલુહાણ કરી નાખ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે તેમની હાલત નાજુક બનતા સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે. હુમલાખોરોમાં કુણાલ જા, ચમન ઠાકુર, અંકિત યાદવ અને સચિન તાતેનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં ડુંગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઈજાગ્રસ્ત યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે પોલીસે આરોપી ચમન રાજેશ ઠાકુરની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓની ધરપકડ માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “વાપીના રામનગરમાં યુવક પર જીવલેણ હુમલો:નજીવી બાબતે 4 યુવકોએ મિત્રને માર્યો, એક આરોપીની ધરપકડ; ઈજાગ્રસ્તને સુરત રિફર કરાયો”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot